Gujarat
ડેસર બાર એશોશીએસન ના પ્રમુખ અને ઉપ પ્રમુખની બિનહરીફ વરણી

(અવધ એક્સપ્રેસ દ્વારા)
વડોદરા જિલ્લાના ડેસર તાલુકા વકીલ મંડળની 2023 24 વર્ષ માટેના હોદ્દેદારોની ચૂંટણી તારીખ યોજવામાં આવી હતી જેમાં ડેસર વકીલ મંડળના નોંધાયેલા તમામ સિનિયર વકીલ અને જુનિયર વકીલ હાજર રહેલા જુનિયર તથા સિનિયર વકીલોએ સિનિયર વકીલ કમલેશ શાહ તથા રણજીતસિંહ રાઉલ ઉપર વિશ્વાસ મૂકી તેમના સીરે તાજ પહેરાવ્યો હતો ડેસર વકીલ મંડળના હોદ્દેદારોની નિમણૂક સર્વે સંમતિથી કરવામાં આવી હતી જેમાં ડેસર વકીલ મંડળના પ્રમુખ તરીકે વકીલ કમલેશભાઈ શાહ ઉપપ્રમુખ પદે રણજીતસિંહ રાઉલ મંત્રી પદે નસરુલ્લાજી ખાંનજાદા, સહમંત્રી પદે સંજયસિંહ તથા સરફરાજ ખાનદાન અને લાઇબ્રેરીયન માટે હિતેશભાઈની નિમણૂક કરવામાં આવી જેમાં તમામ વકીલ મંડળના નિયમ મુજબ સિનિયર વકીલ તથા જુનિયર વકીલ મિત્રોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.
વકીલોના હિતોનું રક્ષણ થાય અને દરેક પરિસ્થિતિમાં વકીલના પ્રશ્નો નું નિરાકરણ થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરી હતી સામે નવા હોદ્દેદારો પણ વકીલ મિત્રોએ ખાતરી આપી હતી કે વકીલના હીતોનું રક્ષણ વકીલોનું સન્માન અને વકીલોની સામાજિક કે અન્ય પરિસ્થિતિમાં સમસ્યા કે મુશ્કેલી સમયે એકતા સાથે પડખે ઊભા રહી સહકાર ની ભાવના વ્યક્ત કરી વિશ્વાસ આપી સર્વે સંમતિથી નિમણૂક અને ડેસર વકીલ મંડળની વકીલ એકતા માટે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો