Panchmahal
‘હસ્તકલા સેતુ યોજના’ અંતર્ગત 22 પીઠોરા ચિત્રકલાના કારીગરોને ઉદ્યોગ સાહસિક વિકાસ તાલીમ આપવામાં આવી

લુપ્ત થતી હસ્તકલાને સાચવવા અને હસ્તકલાના કારીગરને સફળ ઉદ્યોગ સાહસિક બનાવવા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદ ‘હસ્તકલા સેતુ યોજના’ અંતર્ગત જી.સી.આઈ.ડી.સી પંચમહાલ દ્વારા પાધોરા ગામે 22 પીથોરા ચિત્રકલાના કારીગરોને ઉદ્યોગ સાહસિક વિકાસ તાલીમ આપવામાં આવી.
જેમાં પ્રખ્યાત ટીમલી ગાયક પારુલ રાઠવા એ પણ હાજરી આપી હતી. તેમજ બેન્ક ઓફ બરોડા ઘોઘમ્બા શાખાના બેંક મેનેજર પણ આ તાલીમમાં આવીને બેન્કની વિવિધ યોજના વિશે માહિતી આપી હતી.આ તાલીમનું સફળ સંચાલન જિલ્લા ઉદ્યોગ સાહસિકતા લીડ ક્રિશ્રિયન આલ્વિન એસ.એ કર્યું હતું.