Dahod
નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામજનો ને ખાલી નળ મળ્યા પાણી માટે હજુ પણ કુવો ખાંડો કરવો પડેછે
દાહોદ ના ફતેપુરા તાલુકા ના રૂપાખેડા ગામે નળ સે જલ યોજના ની અધૂરી કામગીરી, યોજના અંતર્ગત દરેક ઘરો મા પાણી ના નળ તો મળ્યા પરંતુ પાણી ક્યારે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રૂપાખેડા ગામ મહિલા ઓ પાણી ના પ્રશ્નેને લઇ રોષ જોવા મળી રહ્યો છે. બે વર્ષ પહેલા ઘરે ઘરે નળ કન્નેકશન તો આપી દેવા માં આવ્યા છે પરંતુ પાણી ક્યારે?. સરકાર દ્વારા નળ સે જળ યોજના માંટે લાખો રૂપિયા પંચાયત ને ફાળવવા માં આવતા હોય છે પરંતુ જેનો દુરુપયોગ થતો હોવા નું સ્થાનિકો માં ચર્ચા નું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
દાહોદ ફતેપુરા તાલુકા ના રૂપાખેડા ના માળી ફળીયા માં પાણી ની ગંભીર સમસ્યા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જયારે સરકાર દ્વારા લખો રૂપિયા ના ખર્ચ કરી નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે ચકલી તો મૂકી દેવા માં આવી છે પરંતુ પાણી આજ દિન સુધી આપવા આવ્યું નથી જેને લઇ સ્થાનિકો ને પરેશાની ભોગવવા નો વહારો આવ્યો છે. ત્યારે લગતા વળગતા તંત્ર ને કાર્યવાહી કરી યોગ્ય ન્યાય આપી પાણી પૂરું પાડવા માં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવા માં આવી રહી છે.
સરકાર દ્વારા ઘરે ઘરે નળ થી પાણી પહોંચાડવા ના હેતુ થી લખો રૂપિયા ના ખર્ચે નળ સે જળ યોજના અમલ માં મુકવા માં આવી હતી. પરંતુ આ યોજના સ્થાનિક વહીવટી તંત્ર, કોન્ટ્રાક્ટર અને નેતા ઓ ની મિલી ભગત ના કારણે આ યોજના ફક્ત અને ફક્ત કાગળ પર થઈ હોવા ની ચર્ચાઓ ગામ લોકો દ્વારા કરવા માં આવી રહી છે. જયારે કે આ યોજના ના મુખ્ય ઉદ્દેશ થી ભટકી અન્ય અન્ય તરફ વળ્યું હોવા નું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.
રૂપાખેડા ગામે નળ સે જળ યોજના ની પાઈપલાઈન તો નાખી દેવા માં આવી છે પરંતુ જ્યાં પાઈપલાઈન નાખવા માં આવી ત્યાં સ્ટેન્ડ પણ મુકવા માં આવ્યા નથી અને ફક્ત પાઇપ ખુલ્લી નાખેલી નજરે પડી રહી છે જયારે કે અન્ય જગ્યા સ્ટેન્ડ નાખવા માં આવ્યા છે પરંતુ ત્યાં તૂટી ગયેલા પણ નજરે પડી રહ્યા છે. જયારે કે આ યોજના ની કામગીરી પૂર્ણ થયા ને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ ગામ રહીશો હજી સુધી નળ માં પાણી આવશે કે નહિ તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હાલ ઉનાળા માં પાણી ની ગંભીર સમસ્યા ના કારણે સ્થાનિકો ને દુર દૂર સુધી પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.
રૂપાખેડા ના મળી ફળીયા માં આવેલા કુવા ઓ પણ સુકાઈ ગયેલા નજરે પડી રહ્યા છે જયારે અન્ય કુવા ઓ માં પાણી તો છે પરંતુ જેમાં ૧૦૦ ફૂટ જેટલું પાણી ઊંડે પાણી ના સ્તર જતા રહ્યા હોવા થી મહિલા ઓ ને પાણી ખેંચવા કાઢવા માં પણ તખલીફ પડી રહી છે.
રૂપાખેડા ગામે કરવા માં આવેલી કામગીરી માં સ્થાનિક વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા નળ સે જળ યોજના માં ફક્ત ભ્રસ્ટાચાર આચારવા માં આવ્યો હોવા ની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ આ બાબત ની ગંભીરતા દાખવી તાપસ હાથ ધરવા આવે તેવી માંગ સ્થનિકો દ્વારા કરવા માં આવી રહી છે.