Gujarat
“એક તારીખ, એક કલાક” સ્વચ્છતા હી સેવા અંતર્ગત કદવાલ પોલીસ મથકે પી.એસ.આઇની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધર્યું

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
દેશભરમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મ જયંતિના એક દિવસ અગાઉ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ જનતાને એક કલાક શ્રમદાન કરવાની અપીલ કરી હતી. ત્યારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અનવ્યે કદવાલ પોલીસ મથકે સ્વચ્છતા હી સેવા- ૨૦૨૩ અન્વયે પી.એસ.આઇ કે.કે.સોલંકી ની ઉપસ્થિતમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પી એમ મોદીએ લોકોને ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ આ શ્રમદાન માટે એક તારીખ, એક કલાક, એક સાથેનું સૂત્ર આપ્યું છે. તેમણે કહ્યું- સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે ત્યારે કદવાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.કે.કે.સોલંકી ની ઉપસ્થિતિમાં મહાશ્રમદાન અભિયાનમાં પોલીસ સ્ટાફ, જી.આર.ડી જવાનો સહિત સફાઈ અભિયાન ઝુંબેશમાં સૌ કોઈએ સાથે મળીને સફાઈ કરી વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે પી.એસ.આઇ કે.કે.સોલંકીએ જણાવ્યું હતું કે, સફાઈ અભિયાન એ આજનો દિવસ જ નહિં પરંતુ તેની રોજિંદી ટેવ પાડવી જોઈએ જેનાથી આવનાર પેઢી પણ સફાઈ બાબતે જાગૃત બને અને સ્વચ્છ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી