Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લાની નગરપાલિકા ખાતે સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત નગરપાલિકા ના જુદા-જુદા વિસ્તારોમાં સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી
છોટાઉદેપુર જિલ્લામાં વધુને વધુ લોકો સફાઈ ઝુબેશમાં જોડાઇને મોટું યોગદાન આપી આ અભિયાન ને સફળ બનાવવા સફાઈની કામગીરી
સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરુપે આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા ધ્વારા નગરની આજુબાજુના વિસ્તારમાં તેમજ વિવિધ રસ્તાઓ જેવા કે મુખ્ય માર્ગો, સરકારી પોલીટેકનીક કોલેજ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જેવા વિસ્તારોમાં આજરોજ સફાઈ કરવામાં આવી હતી. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ખાસ જહેમત ઉઠાવી સફાઈ અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે.