Gujarat
સ્વચ્છતા હિ સેવા અંતર્ગત આંબાખુંટ પ્રાથમિક શાળામાં સ્વચ્છતા લક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
સ્વચ્છતા હી સેવા’ અભિયાન રાજ્યભરમાં આગામી બે મહિના સુધી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી બે મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આહૃવાનને સફળ બનાવવા ગુજરાતને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી બે મહિના સુધી જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, “દરેક વ્યક્તિએ પોતાનો સફાઈ કામદાર થવું જોઈએ અને પોતાનો કચરો પોતે જ ઉઠાવવો જોઈએ”.
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા છોટાઉદેપુર જિલ્લાની આંબાખુંટ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓનો સફાઈ અભિયાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા સાથે રેલી કાઢી ગામમાં સફાઈ અભિયાન વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. શાળાના સ્ટાફ પરિવાર સાથે મળીને શાળા પરિસર તેમજ ગામનાં આજુબાજુના બસ-સ્ટેન્ડ, જાહેર રોડ, હનુમાનજી મંદિર, શાળાનું પ્લેગ્રાઉન્ડ વગેરે એરિયાની સાફ સફાઈ કરી હતી. બાળકોએ આ બાબતે ગામ અને પોતાની આજુબાજુના સ્થળને હંમેશા ચોખ્ખા રાખવા માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રસંગે શાળાનાં આચાર્ય સહદેવ રાઠવાએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયામાં બાળકો મહત્વની કળી છે. બાળકોના મનમાં સ્વચ્છતા જળવવા નાનપણથી એક સારી ટેવરૂપે આદત વિકસાવવામાં આવે તો દેશનું ભવિષ્ય એવા બાળકો આવનાર સમયમાં સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બની શકે છે. આ અભિયાન ભારતને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવા માટે ગામડાંનાં છેવાડાનાં લોકોની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરશે.