Panchmahal
અપહરણના ગુના હેઠળ નાસ્તા ફરતા આરોપીને રીંછવાણીથી ઝડપી લીધો

પંચમહાલ જિલ્લાના ઊચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ દામાવાવ પોલીસ સ્ટેશનના PSI એન.આર. ઢોડિયાને મળેલ બાતમીના આધારે દામાવાવ પોલીસ મથકે ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬,૫૦૪,૫૦૬,૧૧૪ તથા જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ ની કલમ મુજબના આરોપી વિરાજકુમાર બળવંતસિંહ પટેલ રહે, ઝાબીયા, રીંછવાણી ચોકડી પાસે હોવાની ચોક્કસ બાતમી દામાવાવ પોલીસ ને મળતા આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ કરવા દામાવાવ પોલીસે તજવીજ હાથ ધરી છે