Chhota Udepur
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ
છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આજ રોજ તા.૫/૦૬/૨૩ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર ના ઉપક્રમ થી અત્રે વૃક્ષારોપણ કાર્યક્રમ તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી તરફથી આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઘણા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત આશુતોષ રાજ પાઠક, ચેરમેન, તાલુકા કાનૂની સેવા સમિતિ, બોડેલી અને પ્રિન્સિપાલ સીની, સિવિલ જજ અને એડી.ચીફ જ્યુડિશીયલ મેજી.બોડેલી તથા એડી સિવિલ જજ એ. પી. વર્મા, તથા સરકારી વકીલ યોગેશભાઈ દરજી અને ભાવનાબેન વસાવા તથા બોડેલી બાર એશોશિયનના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત, તથા તમામ હોદ્દેદારો તેમજ સિનિયર જુનિયર વકીલ મિત્રો તથા પેટા તિજોરી અધિકારી બોડેલી તથા બોડેલી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ તથા માર્ગ મકાન વિભાગના સ્ટાફ, વન વિભાગ બોડેલી ના કર્મચારી મિત્રો તથા કોર્ટ સ્ટાફ હાજર રહેલ હતા અને સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસે ને ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અને વધુ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો તેમજ “વાવ સે ગુજરાત અને જીવસે ગુજરાત” સ્લોગન સાથે આ વૃક્ષોથી વરસાદનું આગમન તેમજ પર્યાવરણમાં વધુ પ્રમાણમાં શુધ્ધિ હવા મળી રહે તેમજ લોકોના જીવનનું આયુષ્ય વધે તેવા શુભ આશયથી નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર ના ઉપક્રમે તથા તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી દ્રારા યોજવામાં આવ્યો છે. આમ કુલ ૧૫ વૃક્ષો રોપવામાં આવેલ છે.