Panchmahal
રીંછવાણી ગ્રામ પંચાયત ના દીવા તરે અંધારુ લોકો જાહેર માં સૌચક્રિયા કરવા મજબુર
( ગોકુળ પંચાલ દ્વારા”અવધ એક્સપ્રેસ”)
ઘોઘંબા તાલુકાનાં રીંછવાણી ગામે સ્વચ્છતા ના નામે બનાવેલા જાહેર સૌચાલય જાળવણી ના અભાવે બિન ઉપયોગી થઈ ગયા છે નવીન ગ્રામપંચાયત કચેરી ના પાછળ ના ભાગે બનાવવામાં આવેલા સૌચાલય ના દરવાજા નળ કે પાણી ના ઠેકાણા નથી મારૂ ગામ સ્વચ્છ ગામ ના મોટા મોટા સૂત્રો લખી સ્વચ્છતા ના નામે ગ્રાન્ટ મેળવ્યા બાદ સૌચાલયો ભુતિયા જેવા ભાસે છે ગામની મહિલાઓ,દીકરીઓ તથા પુરૂષોએ જાહેર માં સૌચ ક્રિયા કરવા માટે જવું પડેછે ગામના મુખ્યમાર્ગો ઉપર ઉકરડા ના ઢગલા દેખાય છે ગ્રામ પંચાયત માં જાવ ત્યારે તલાટી કે સરપંચ મળતા નથી સરપંચ મંદિર ના કમ્પાઉન્ડ માં પોતાની ખાનગી ઓફિસ ખોલીછે જ્યારે કોઈ સરપંચ ના કામે જાય ત્યારે સરપંચ મંદિરે બેઠેલા છે
ત્યાં જઈને મળો તેવા જવાબો આપવામાં આવેછે સરકાર દ્વારા ઘરે ઘરે જાજરૂ તથા ગ્રામજનોની સુવિધા તથા બહેન દીકરીની ઇજ્જત આબરૂ સાચવવા માટે લાખો રૂપિયા ગ્રાન્ટ જાહેર સૌચાલયો માટે ફાળવેછે ત્યારે રીંછવાણી ગામ નું કોઈ રણીધણી ના હોય તેવા પરિબળો સર્જાયા છે એક ગ્રામજને જણાવ્યુ હતું કે અમારા સરપંચ તથા તલાટી ને મલાઈદાર કામો જેવાકે રોડ,ચેકડેમ,નાળા જેમાં વધુ નફો મળે તેવા કામોમાં રસ છે બાકી ગામ તો ભગવાન ભરોસે છે
* બહેન દીકરીની ઇજ્જત આબરૂ સાચવવા માટે લાખો રૂપિયા ગ્રાન્ટ જાહેર સૌચાલયો માટે ફાળવેછે ત્યારે રીંછવાણી ગામ નું કોઈ રણીધણી
* મારૂ ગામ સ્વચ્છ ગામ ના મોટા મોટા સૂત્રો લખી સ્વચ્છતા ના નામે ગ્રાન્ટ મેળવ્યા બાદ સૌચાલયો ભુતિયા જેવા ભાસે છે
* ગામની મહિલાઓ,દીકરીઓ તથા પુરૂષોએ જાહેર માં સૌચ ક્રિયા કરવા માટે જવું પડેછે ગામના મુખ્યમાર્ગો ઉપર ઉકરડા ના ઢગલા દેખાય છે
* સરપંચ તથા તલાટી ને મલાઈદાર કામો જેવાકે રોડ,ચેકડેમ,નાળા જેમાં વધુ નફો મળે તેવા કામોમાં રસ