Gujarat

RBSK કાર્યક્રમ અંતર્ગત બાળકોનું બેઝિક સ્ક્રીનીંગ,મેડિકલ ચેકઅપની સાથે ધનુર -ડીપ્થેરિયા રસીકરણ કાર્યક્રમ યોજાયો

Published

on

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એન.એમ ડામોરના માર્ગદર્શન હેઠળ તાલુકાના આર.બી.એસ.કે ડોક્ટરની ટીમ અને અર્બન હેલ્થ સેન્ટર ખાડી ફળિયાના મેડિકલ ઓફિસર તથા તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા નાલંદા સ્કૂલ (ભુરાવાવ – અંગ્રેજી /ગુજરાતી માધ્યમ) પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે અભ્યાસ કરતા તમામ  બાળકોનું બેઝિક સ્ક્રીનીંગ (વજન અને ઉંચાઈ )નર્સિંગ સ્ટુડન્ટ ગોધરા / આરોગ્ય સ્ટાફ દ્વારા અને આર.બી.એસ.કે ડોક્ટરની ટીમ દ્વારા મેડિકલ ચેક અપ હાથ ધરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૫ અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતા શાળાના કુલ ૧૪૧ વિદ્યાર્થીઓને (TD) ધનુર અને ડીપ્થેરિયા રોગ સામે રક્ષણ આપતી રસીથી બાળકોને રક્ષિત કરવામાં આવ્યા હતા. આ કામગીરી ગોધરા અર્બન ખાડી ફળિયાના આરોગ્ય વિભાગની ટીમ અને નાલંદા સ્કૂલના પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકો અને વાલીઓના સકારાત્મક અભિગમ અને સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

Advertisement

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ગોધરા અને અર્બન હેલ્થ સેન્ટર ખાડી ફળિયાના આર.બી.એસ.કે ટીમના ડૉ. સંદીપ પટેલ,ડૉ. નેહા પંચાલ, પ્રિન્સિપાલ નાલંદા સ્કૂલ,નર્સિંગ સ્કૂલ ગોધરાના ત્રીજા વર્ષના સ્ટુડન્ટ હાજર રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version