Chhota Udepur
આંબાખૂંટ માં પાણી પુરવઠા વિભાગની અવરચંડાઈ કામ અધૂરુ મુક્તા અકસ્માતની વણઝાર

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને લઈને તાજેતરમાં થયેલા માવઠાઓથી ત્રણેક બાઇક સવારે સ્લીપ થતા અકસ્માતનો ભોગ બન્યા હતા. પાણી પુરવઠા વિભાગ દ્વારા કવાંટ પાવી જેતપુર થી સટુન થઈ આંબાખૂટ ગામે પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેનું ખોદાન કર્યા બાદ પાઇપો ગોઠવ્યા પછી માટીનું પુરાણ કરવામાં આવે ત્યારબાદ ક્લોરિંગ કરવામાં આવ્યું નથી અને માટી પુરાણ કરેલ છે રોડનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે.
ખરેખર માટી પુરાણ કર્યા બાદ પાણીનો મારો ચલાવી જેટલું ખોદાન કર્યું હોય તેના પર ડામર કામ કરી રોડનું લેવલિંગ કરવાનું હોય તે કરવામાં આવ્યું નથી પરિણામે માવઠું થતાં આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને ટુ-વ્હીલર ચાલકોને ભારે આપદા ભોગવવી પડે છે તાજેતરમાં ત્રણેક બાઈક ચાલકો સ્લીપ થતા તેઓને દવા સારવાર અર્થે દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા તો આ અંગે પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક પગલા ભરશે? કે પછી લાલીયાવાડી ચાલશે.