Panchmahal
દુધાપુરા રાઠવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ગણવેશ વિતરણ કરાયો
ઘોઘંબા તાલુકામાં આવેલી રાઠવા ફળિયા વર્ગ દુધાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ના તમામ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્ય ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો. ગણવેશ વિતરણના દાતા અને ગામના નાગરિક ભુરસીંગભાઇ વલીયાભાઈ રાઠવા જેઓ વડોદરા જિલ્લાના વણાદરા ગામમાં માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ સામાજિક સેવાઓ સાથે સાથે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે અને તેઓને સારી સગવડો પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી શાળાના તમામ બાળકો માટે યુનિફોર્મ વિનામૂલ્યે અર્પણ કર્યો હતો.
ગામમાંથી એસ.એમ.સી.ના અધ્યક્ષ દિનેશભાઈ તથા ગામના સભ્યો , વડીલો, માતાઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વાલીઓને જણાવવામાં આવ્યું હતું કે અંધશ્રદ્ધા અને વ્યસનોમાંથી દૂર રહીને વિદ્યાર્થીઓને ટેકનોલોજીના યુગમાં સારું શિક્ષણ આપવા માટે જરૂર છે. ભારત દેશ એ પ્રગતિશીલ દેશ છે અને તેનો વિકાસ કરવા માટે બાળકોમાં શિક્ષણ આપવાનો સંદેશ આપ્યો હતો.
દુધાપુરા શાળાના શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરી વાલીઓને યંત્ર અને ટેકનોલોજીમાં શિક્ષણનો ઉપયોગ જરૂરી બને તેવું આહવાન કર્યું હતું. શાળાના આચાર્ય રમેશભાઈ સોલંકી દ્વારા આભાર વિધિ કરી હતી. અને વિદ્યાર્થીઓ તથા પધારેલ મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરી હતી. શિક્ષિકા કાંતાબેન પટેલ દ્વારા બાળકોને નિયમિતતા અને સ્વચ્છતા વિશે ચર્ચા કરી હતી.