Panchmahal
સન ફાર્મા હેલ્થ કેર સોસાયટી દ્વારા હાલોલ તાલુકામાં આરોગ્ય સેવાનો અવિરત પ્રવાહ

અવધ એક્સપ્રેસ દ્વારા
સન ફાર્મા કોમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી દ્વારા હાલોલ તાલુકાના ચાંપાનેર,જેપુરા, બાસ્કા તથા ઉજેતી માં વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ સતત પૂરી પાડવામાં આવે છે જેમાં નાના બાળકો તથા કૂપોષણ બાળકો તથા સગર્ભા માતાઓની તપાસ તેમજ ઝાડા, ઉલટી, તાવ, દુખાવો વગેરેની દવાઓ ની શુલ્ક પૂરી પાડવામાં આવે છે જે ખરેખર આશીર્વાદરૂપ છે
ગ્રામવિસ્તારો માં સન ફાર્મા કોમ્યુનિટી હેલ્થ કેર સોસાયટીના વહીવટ કર્તા ગામડે ગામડે જઈ લોકો ની તપાસ કરી ઉત્તમ દવાઑ પૂરી પાડેછે કારમી મોઘવારી માં ગરીબ તથા મધ્યમ વર્ગ ને દવા ઓના ખર્ચા પોસાઈ તેમ નથી તેમજ દવા લેવા માટે અન્ય ગામો માં પણ જવું પડતું હોય છે ત્યારે સન ફાર્મા હેલ્થ કેર સોસાયટી ગામડે ગામડે ઘરે ઘરે જઈ આરોગ્ય સેવાઓ પૂરી પાડેછે જે સરાહનીય છે