Gujarat
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી એ જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોને આવકાર્યા
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ તમિલનાડુથી ટ્રેન મારફતે આવી રહેલા સૌરાષ્ટ્રીયન તમિલ ભગિની બંધુઓને જુનાગઢ રેલવે સ્ટેશન ખાતે સસ્નેહ આવકાર્યા હતા. સાથે જ તેઓ સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા આ સૌરાષ્ટ્રીયન તમિલ બંધાવો સાથે ટ્રેનમાં જવા રવાના થયા હતા.
આ વેળાએ મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, અગ્રણી ભરતભાઈ શિંગાળા, ડેપ્યુટી કલેકટર ચાંદનીબેન પરમાર, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે સહિતના પદાધિકારી-અધિકારી અને અગ્રણી ઓએ માતૃ ભૂમિની યાત્રામાં આવેલા સૌરાષ્ટ્રીયન તમિલ ભગિની બંધુઓને આવકાર્યા હતા.