Panchmahal

પંચમહાલ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી સાર્વત્રિક વરસાદ

Published

on

પંચમહાલ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે.પંચમહાલ જિલ્લા કલેકટર સહિત વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા વરસાદને લઈને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી જિલ્લા કલેકટર આશિષ કુમાર,નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણા સહિતના અધિકારીઓ ગોધરા સ્થિત ડિઝાસ્ટર શાખામાં ઉપસ્થિત રહીને અધિકારીઓ, કર્મચારીઓને વિવિધ સૂચનાઓ આપીને વિગતો મેળવી હતી.

પંચમહાલ જિલ્લામાં તા.૧૬/૦૯/૨૦૨૩ સવારના ૬.૦૦ વાગ્યા થી તા.૧૭/૦૯/૨૦૨૩ સવારના ૬.૦૦ વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ કુલ ૧૫૮.૪૩ mm વરસાદ નોંધાયો છે. જેમાં,મોરવા હડફ તાલુકામાં સૌથી વધુ ૨૫૩ mm,શહેરામાં ૨૪૩ mm,ગોધરામાં ૧૯૩ mm, જાંબુઘોડામાં ૧૫૮ mm, હાલોલમાં ૧૦૫ mm, ઘોઘંબામાં ૭૨ mm, કાલોલમાં ૮૫ mm વરસાદ નોંધાયો છે.

Advertisement

આજે તા.૧૭/૦૯/૨૦૨૩ના રોજ પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલુ છે.જેમાં સવારે ૬ થી ૧૨ વાગ્યા સુધીમાં સરેરાશ કુલ ૭૭.૪૩ mm વરસાદ નોંધાયો છે.જેમાં શહેરામાં ૧૬૦ mm,ગોધરામાં ૧૧૯mm, મોરવામાં ૯૦ mm, હાલોલમાં ૫૧ mm, કાલોલમાં ૪૪ mm તથા ઘોઘંબામાં ૨૮ mm, જાંબુઘોડામાં ૫૦ mm વરસાદ નોંધાયો છે.ઉપરવાસમાં વરસાદને લઈ પંચમહાલ જિલ્લાના વિવિધ ડેમોની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે.

મોરવા હડફ તાલુકામાં ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નાટાપુર સ્થિત પાનમ નદી ખાતે કામગીરી કરતા અંદાજિત ૬૦ મજૂરોને સ્થાનિક ફાયર ટીમ,તરવૈયાઓ,નગરપાલીકા,મામલતદાર અને પોલીસ વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યું કરીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે.

Advertisement

જિલ્લામાં સતત વરસાદને લઈને શહેરા તાલુકાના પોયડા ગામ ખાતે નાયક ફળિયાના અંદાજિત ૭૦ વ્યક્તિઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.જિલ્લા વહીવટી તંત્રએ તમામ લોકોને ત્યાં સ્થિત પોયડા ગામ પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે અને ભૌતિક સુવિધાઓની તૈયારી કરવામાં આવી છે.

પાનમ ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં શહેરા તાલુકાના પાંચ ગામોને એલર્ટ કરાયા છે.જેમાં શહેરા તાલુકાના રામજીની નાળ,કોઠા,ઉન્ડારા,મોર,બલુજીના મુવાડા ગામને એલર્ટ કરાયા છે.આજે બપોરે ૧ વાગ્યે પાનમ ડેમમાંથી અંદાજિત ૬૦ હાજર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે.

Advertisement

* જિલ્લા કલેકટર આશિષ કુમાર સહિત વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગનું સતત મોનીટરીંગ
* વહીવટી તંત્રએ મોરવા હડફ તાલુકામાં ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નાટાપુર સ્થિત પાનમ નદી ખાતે કામગીરી કરતા અંદાજિત ૬૦ મજૂરોને રેસક્યું કરીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા
*શહેરા તાલુકાના પોયડા ગામ ખાતે નાયક ફળિયાના અંદાજિત ૭૦ વ્યક્તિઓને સ્થળાંતર કરાવીને પ્રાથમિક શાળામાં આશરો અપાયો
* આજે બપોરે ૧ વાગ્યે પાનમ ડેમમાંથી ૬૦ હજાર ક્યુસેક પાણી છોડવાનું આયોજન,કાંઠાના ગામોને એલર્ટ કરાયા

Advertisement

Trending

Exit mobile version