Gujarat

દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

Published

on

સુરેન્દ્ર શાહ

બદનસીબી ધરતીપુત્રોનો પીછો છોડતી નથી હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આવનાર પાંચ દિવસ કમોસમી વરસાદની શક્યતા હોવાની અનુમાન કરતા ધરતીપુત્રો ના જીવ પડીકે બંધાયા છે આ અંગે એક કિસાનના જણાવ્યા મુજબ ઉપર ઇન્દ્ર અને નીચે ડોટ… ડોટ.. ડોટ… અમારો પીછો છોડતા નથી આ વર્ષે ઠંડીમાં અને ગરમીમાં વરસાદ સતત હેરાન પરેશાન કરતો રહ્યો છે ધરતીપુત્રોને આર્થિક નુકસાન સાથે તેઓ દ્વારા કરવામાં આવેલી મહેનત અને મજૂરી પણ માથે પડી છે

Advertisement

શિયાળુ પાક ઘઉં, ચણા, જીરુ, વલીયારી, મકાઈ જેવા ઉભા પાકોને ક મોસમી વરસાદે સત્યનાશ વાળી દીધો છે આ વખતે વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસર લાંબો સમય ચાલતા અવારનવાર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની કેડ ભાગી નાખી છે રાજ્યોમાં ફરી કમોસમી વરસાદ થશે ની આગાહીથી ખેડૂતો નાસી પાસ થઈ રહ્યા છે હવામાન વિભાગના સ્થાનિક ડાયરેક્ટર ડોક્ટર મનોરમાં મોહંતીના જણાવ્યા મુજબ હજુ પાંચ દિવસ કમોસમી વરસાદની શક્યતાઓ છે જેમાં દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થશે ની આગાહી કરવામાં આવી છે

Advertisement

Trending

Exit mobile version