Gujarat
પંચમહાલ જિલ્લામાં તા.૨૭મી નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી સૂચના મુજબ, હવામાન ખાતા દ્વારા તા. ૨૪ નવેમ્બર થી.૨૭ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વરસાદના કારણે નુકશાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તકેદારીના પગલા લેવા માટે ડિઝાસ્ટર મામલતદાર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.