Connect with us

Chhota Udepur

વિદ્યાર્થિનીની છેડતીના મામલે પોલીસની તાબડતોબ કાર્યવાહી

Published

on

Urgent action of the police in the matter of molestation of the student

છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતીના મામલે મુખ્ય ૬ આરોપીમાંથી ૫ ની ધરપકડ

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતીના મામલે મુખ્ય ૬ આરોપીમાંથી ૫ની ધરપકડ થઇ ચૂકી છે. વિદ્યાર્થિનીની છેડતીના મામલે પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓથી ભરેલી જીપમાં છેડતીની ઘટના બનતા વિદ્યાર્થિનીઓ ચાલુ જિપે નીચે કુદી ગઇ હતી અને વિદ્યાર્થિનીઓને ઇજા પણ પહોંચી હતી આ ઘટનાના બહુ ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે. વાલીમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યાં છો. આ મામલ પોલીસે ૫ આરોપીની ધરપકડ કરી છે. જેમાં હજુ પણ એક ફરાર છે.

Urgent action of the police in the matter of molestation of the student

વિદ્યાર્થિનીની છેડતીના મામલે પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.સુરેશ કાળુ ભીલ, સુનિલ કોયાજી ભીલ, શૈલેષ રમેશ ભીલની અટકાયત કરવામાં આવી છે. અગાઉ સ્થળ પરથી અશ્વિન ભીલ અને ગઈકાલ અર્જુન ભીલ ઝડપાયો હતો. કુલ ૬ આરોપીમાંથી પૈકી પાંચ આરોપીઓ પોલીસ પકડમાં છે.

Advertisement

ઉલ્લેખનિય છે કે, છોટાઉદેપુરનું કોસીન્દ્રામાં મંગળવારના રોજ સ્કૂલમાંથી ઘરે પરત આવતી વખતે પીકઅપ વાનમાં જતી વિદ્યાર્થિનીઓની છેડતી થઇ હતી. વિદ્યાર્થીનીઓએ પીકઅપ વાનમાંથી કૂદીને પોતાને બચાવી હતી. પીક અપ વાનના ડ્રાઈવર અશ્વિન ભીલ બાદ બુધવારના સાંજના સંખેડા તાલુકાના વાસણા ગામના અર્જુન ભીલની પણ ધરપકડ કરાઇ હતી. પોલીસે માહિતીના આધારે અર્જુન ભીલની ભાવનગરના સિહોરથી ધરપકડ કરી હતી. હજુ આ કેસમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે.

Advertisement
error: Content is protected !!