Gujarat

પાંડુ મેવાસ ખાતે હજરત સૈયદના સદહનશાહ સરમસ્ત દાદા (ર.અ) નાં ઉર્સની ધામધૂમથી ઉજવણી

Published

on

ડેસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે હજરત સૈયદના સદહનશાહ સરમસ્ત દાદા (ર.અ) નાં ઉર્સ ની ભક્તિભાવ પૂર્વક તેમજ કોમી એકતાની સાથે ધામધુમ થી ઉજવણી કરવામાં આવી હતી.

તારીખ 26 મે નાં રોજ સંદલ શરીફ અને તારીખ 27મે નાં રોજ ઉર્સ ઉજવાયો હતો.

Advertisement

તારીખ 26 મે રવિવાર ઈસ્લામી તારીખ 17નાં રોજ અસરની નમાજ બાદ જુમ્મા મસ્જિદ થી સંદલ શરીફ લઈ ઝુલુસ નીકળ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જુલૂસ દરગાહ પહોંચી સંદલ શરીફની રશ્મ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે ઈશા ની નમાજ બાદ તકરીર નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે હઝરત સલમાન અશરફ અશરફી એ તકરીર કરી તમામ શ્રધ્ધાળુઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

તારીખ 27 મે સોમવાર ઈસ્લામી તારીખ 18નાં રોજ સવારે 9કલાકે કુરાન ખ્વાની રાખવામાં આવી હતી. ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ જુમ્મા મસ્જિદ થી ચાદર શરીફ લઈ ઝુલુસ નીકળ્યુ હતું જે દરગાહ પહોંચી ચાદર શરીફ ચઢાવી ફુલ ફાતેહા કરી સલાતો સલામ પઢી દુઆ માંગી હતી. ત્યારબાદ તમામ હિન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓને પ્રસાદ જમવા બેસાડ્યા હતા. હિન્દુ શ્રધ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવે છે જેનાં કારણે વેજીટેબલ દાળ પુલાવ અને જરદો બનાવવામાં આવે છે. મધ્ય ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. એક લાખ ઉપરાંત શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવી પહોચ્યા હતા. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા દર્શનાર્થે આવતા હોય છે. આ પ્રસંગે હઝરત સલમાન અશરફ અશરફી, કલંદર બાદશાહ બાવા, સખી બાદશાહ બાવા, સૈયદ ગોષુદીન રીફાઈ સુરત, સૈયદ વજિહુદ્દીન રિફાઇ સુરત,સૈયદ બુરહાનુદ્દીન બાપુ અશરફી, મોલાના રિઝવાન ભાલેજ,પાંડુ મેવાસ જામાં મસ્જિદ નાં પેશ ઇમામ સઇદ હુસેન, તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. અશરફી કમિટી નાં પ્રમુખ ઈરફાન ખાન ખાનજાદા એ તમામ શ્રધ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Trending

Exit mobile version