Kheda
પાલી ખાતે સૈયદ પીર સુલતાન બાદશાહના ઉર્સની ઉજવણી કરવામાં આવી

(રીઝવાન દરિયાઈ દ્વારા ખેડા: ગળતેશ્વર)
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પાલીમા 48 વર્ષથી ઉજવાતા સૈયદ પીર સુલતાન બાદશાહનો ઉર્સ આ વખતે પણ હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્તીથી માં ઉજવાયો હતો સેવાલીયા(પાલી) ખાતે છેલ્લા 48 વર્ષથી સૈયદ પીર સુલતાન બાદશાહ બાવાના ભવ્ય ઉર્સનું આયોજન કરવામાં આવે છે.
જેમાં સેવાલીયા પાલી અને સાથે સાથે વડોદરા ફતેહગંજ સૈયદ શાહ બાદશાહ બાબાની દરગાહ ખાતે પણ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી.
પાલી દરગાહ ના ગાદીપતિ સૈયદ કલંદર બાવાએ તમામ રસ્મો અદા કરી વિષેસ દુઆ કરી હતી આ ઉર્ષની ઉજવણીમાં અમીન પઠાણ રાજસ્થાન ખ્વાજા ગરીબ નવાજ કમિટીના માજી ચેરમેન અને આર સી એ ક્રિકેટના ચેરમેન માજી રાજ્યમંત્રી રાજસ્થાન આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાઈને ઉર્ષની ઉજવણી કરી હતી