Gujarat
હજરત પીર ખ્વાજા એહમદ કાદરી (ર.દી.) નો ઉર્ષ મુબારક

તા – ૦૫/૦૧/૨૦૨૪ અને મુસ્લિમ ચાંદ ૨૨ જમાદીલ આખર , વાર – શુક્રવાર
મહિસાગર જિલ્લા ના વીરપુર મુકામે પરંપરાગત રીતે ઉર્ષ મુબારક વીરપુર દરગાહ મુકામે આપ ના વંશજો અને ગ્રામજનો દ્વારા ઉર્ષ માનવામાં આવશે… આપ હાશમી સોહર વર્દી ઘરનાના સિલસાલેયા હજરત અબ્બાસ (ર.દ) તાલાએ અનહોના ખાનદાનથી સીધી લીટીમાં સંબંધ ધરાવતા જે તે સમયમાં મોલાના તેમજ આલીમના વલી અને ઇલ્મદરાજ અને વિદવાંન હતા…
આપના હિન્દુસ્તાનમાં પ્રથમ આવનાર બુજુર્ગ અબુલ ઓલ્યા હજરત સાહ અલી સરમસ્ત પટ્ટન કાટકી મસ્જિદ મુકામે આવેલા છે (જે હાલ પાટણ ગુજરાત) જેઓનું વિશાલ 15 રજબ 536માં થયેલ છે… ત્યારબાદ આપના પિતાશ્રી હજરત પીર ખ્વાજા હમિદુદિન ચાહેલદા કાદરી હાશમી(ર.દી.)વીરપુર મુકામે આવેલા અને તેઓના આપ મોટા પુત્ર છો… અને વીરપુર દરગાહ શરીફ માં આપ નો મઝાર છે આપ ના ભાઈ હજરત પીર મહેમુદ મહેબુબે ઇલાહી દરિયાઈ દુલ્હા (ર.દી.) તેમાં ની બાજુમાં આપ નો મઝાર છે આપ ના વંશજો હાલ વિરપુર મુકામે રહે છે અને અબ્બાસી ખાનદાન તરીકે ઓળખાય છે…
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા:….