International
દક્ષિણ ચીન સાગરમાં ચીની ઈન્ટરસેપ્ટ પલેનથી થઇ શકત અમેરિકાના વિમાનની ટક્કર
અમેરિકી સેનાનું કહેવું છે કે આ મહિનાની શરૂઆતમાં ચીનની નૌકાદળના ઇન્ટરસેપ્ટ એરક્રાફ્ટે સાઉથ ચાઇના સી પર ખતરનાક રીતે ઉડાન ભરી હતી. અમેરિકન એરક્રાફ્ટના પાયલોટને ચીનના વિમાન સાથે અથડામણ ટાળવા માટે ઝડપથી દાવપેચ કરવાની ફરજ પડી હતી. યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે આ ઘટના 21 ડિસેમ્બરે બની હતી. ચાઈનીઝ એરક્રાફ્ટે મોટા યુએસ એરફોર્સ RC-135ની સામે અને 6 મીટર (20 ફૂટ) કરતા ઓછા અંતરે ઉડાન ભરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુએસ એરક્રાફ્ટ કાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં દક્ષિણ ચીન સાગર પર નિયમિત કામગીરી કરી રહ્યું હતું. પાયલોટને અથડામણ ટાળવા દાવપેચ કરવાની ફરજ પડી હતી.
ફ્લાઇટ ચાલુ રહેશે
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુએસ ઈન્ડો પેસિફિક જોઈન્ટ ફોર્સ મુક્ત અને ખુલ્લા ઈન્ડો પેસિફિક ક્ષેત્રને સમર્પિત છે. સમુદ્ર અને આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઉડતા અને સફર કરતા તમામ જહાજો અને વિમાનો આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સુરક્ષિત રહેશે. અમે આશા રાખીએ છીએ કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના તમામ દેશો આંતરરાષ્ટ્રીય એરસ્પેસનો સુરક્ષિત રીતે અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉપયોગ કરશે.
ચીન તરફથી કોઈ જવાબ નથી
સાઉથ ચાઈના સીમાં અમેરિકી સૈન્યની હાજરી પર ચીન ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. ચીને અમેરિકાના જહાજો અને એરક્રાફ્ટને આ વિસ્તાર છોડી દેવાની નિયમિત માગણી કરી છે. અમેરિકાનું કહેવું છે કે તેને દક્ષિણ ચીન સાગરમાં અને તેની ઉપર કામ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. અમેરિકાની આ ફરિયાદ પર ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
પહેલેથી જ અથડાઈ છે
ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા અને તેના સહયોગી દેશોના સૈન્ય વિમાનોને ઘણીવાર પડકાર ફેંક્યો છે. ખાસ કરીને દક્ષિણ ચીન સાગર પર ચીનની આવી ગતિવિધિઓ વધુ છે. ચીન દક્ષિણ ચીન સાગરને સંપૂર્ણ રીતે પોતાનો દાવો કરે છે. 2001માં પણ આવી જ હવાઈ અથડામણ થઈ હતી જેમાં ચીનનું વિમાન નાશ પામ્યું હતું અને પાઈલટનું મૃત્યુ થયું હતું.