Surat

ઉત્તમ સેવા 21 વર્ષીય યુવતી ફૂટપાથ પર રહેતા બાળકોને અક્ષરજ્ઞાન આપી રહી છે

Published

on

સૂનિલ ગાંજાવાલા

સુરતમાં 21 વર્ષીય યુવતી છેલ્લા બે વર્ષથી ફૂટપાથ પર રહેતા બાળકોને અક્ષરજ્ઞાન આપી રહી છે, કારણકે, ફૂટપાથ પર રહેતા બાળકો શિક્ષણ મળી રહેતું નથી. જેથી બાળકોનું ભવિષ્ય ઉજળું બને તેની માટે છેલ્લા બે વર્ષથી આ કાર્ય કરી રહી છે. તો આવો જાણો શા માટે આ યુવતીએ ફૂટપાથ પર રહેતા બાળકોને શિક્ષણ આપવાનું વિચાર્યું.આજે જે પ્રકારે ટેકનોલોજી આગળ વધી રહી છે.પરંતુ તેની સાથે કોઈપણ વ્યક્તિના જીવનમાં શિક્ષણ ખુબ જ મહત્વનું છે. એક શિક્ષિત વ્યક્તિ જીવના દરેક પડાવને પાર કરી શકે છે.

Advertisement

દરેક માતા-પિતાનું એક સપનું હોય છે કે તેનું બાળક ભણી ગણીને તેનું ભવિષ્ય ઉજળું બનાવે ત્યારે ફૂટપાથ કે પછી ઓવરબ્રિજ નીચે આશરો મેળવીને જીવન ગુજારતા ગરીબોના બાળકોને અક્ષર જ્ઞાનનું શિક્ષણ મળી રહે તે માટે સુરતની 21 વર્ષીય આઈટી એન્જિનિયરિંગની યુવતી છેલ્લા બે વર્ષથી ફૂટપાથ પર રહેતા બાળકોને શિક્ષણ આપી રહી છે. જેથી બાળકોનું ભવિષ્ય ઉજળું બને તેમની પાસે હાલમાં 16 જેટલા બાળકો શિક્ષણ લઇ રહ્યા છે.બાળકોના અભ્યાસ માટે તેઓના માતા-પિતા પણ ખુબ સપોર્ટ કરે છે, અને અભ્યાસમાં લાગતા પેન્સિલ રબર, સ્લેટ,પેન,નોટ બુક સાથે ચીજ વસ્તુઓ યુવતી પોતે તેમના સાથી મિત્રો તેની સાથે જ ત્યાંથી પસાર થતા લોકો આપી જાય છે. જોકે શરુઆતમાં બાળકોને ચોપડાથી લઈને તમામ વસ્તુઓ તેઓ પોતાના ખર્ચે લાવ્યા હતા.પરંતુ હવે લોકોનો સપોર્ટ કરે છે. આ બાબતે બાળકોને અભ્યાસ આપનાર જાનવી ભુઆએ જણાવ્યુંકે, આ તમામ ફૂટપાથ પર રહેતા બાળકો છે.

તેઓને યોગ્ય પ્રાથમિક શિક્ષણ મળી રહેતું નથી તે માટે હું તેમને પ્રાથમિક શિક્ષણ આપી રહી છું. સાથે આ બાળકોને પેન્સિલ, રબર, સ્લેટ પેન સાથે બેગ પણ આપી છે. તમામ સુવિધાઓ અમે લોકોએ આપી છે. જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે મેં પોતા આ અભ્યાસમાં લાગતી તમામ વસ્તુઓનો ખર્ચ કર્યો હતો પરંતુ હવે તે તમામ વસ્તુઓ અહીં મળી આવે છે, અને હાલ આ બાળકો માટે મારી પાસે 1 વર્ષ સુધી ચાલે તે પ્રકારની વસ્તુઓ છે.વધુમાં જણાવ્યુંકે, હું એક વખત રસ્તા ઉપરથી પસાર થઇ રહી હતી ત્યારે જોયુંકે, આ બાળકોને યોગ્ય પ્રાથમિક શિક્ષણ મળી રહેતું નથી તો હવે બાળકોને મેં પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાઓ કરી શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું.એમાં મારો પરિવાર અને એમનો પરિવાર બાળકોના શિક્ષણને લઈને ખૂબ જ સપોર્ટ કરે છે.

Advertisement

આ બાળકોને રોજના 1 થી 3 કલાક જેવો અભ્યાસ આપવામાં આવે છે. કોઈક વખત એવું બને કે કોઈ કામ આવી જાય તો તેઓને અર્ધો કલાક શિક્ષણ આપી જતું રેહવું પડે છે.આગળના દિવસે જે સમય મળે તેમાં તેઓને વધારે શિક્ષણ આપીએ છીએ. વધુમાં જણાવ્યુંકે, આ તમામ બાળકો ખુંબ જ સારા છે. જો હું એક દિવસના આવું તો બીજા દિવસે તેઓ મને પૂછે છેકે, તમે ગઈકાલે કેમ આવ્યા નઈ હતા.હાલ તેઓને અક્ષરજ્ઞાન પ્રાથમિક શિક્ષણ આપવું જરૂરી છે. મેં બીએસસી આઈટી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે.અને ત્યારબાદ નો સમય હું આ બાળકોમાં આપું છું. બાળકો ના અભ્યાસમાં મારો પરિવાર જ નહીં પરંતુ રોર ઉપર જતા જે લોકો જોય છે તેઓ પણ અભ્યાસને લાગતી ચીજ વસ્તુઓ અમને આપી જાય છે

Advertisement

Trending

Exit mobile version