Gujarat

વડોદરા શહેરમાં નવરાત્રી અને દશેરાના ઉત્સવ ધ્યાને રાખીને વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા

Published

on

વડોદરા શહેરમાં મોટા પ્રમાણમાં નવરાત્રી ગરબાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે  છે ઘણા જાહેરમાર્ગો પર ગરબા  થતા હોય છે. ગરબાઓમાં ખૈલયાઓ તથા દર્શકો રાત્રે કલાક ૮:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી ગરબે ઝુમી, પોતાના નિવાસ સ્થાને જતાં હોય છે. તે સમયે તથા ત્યાર બાદ પણ વડોદરા શહેરના જાહેરમાર્ગો ઉપર ટ્રાફિકનું ભારણ વધુ પ્રમાણમાં રહેતું હોય છે. ઉપરોકત ભારદારી વાહન પ્રવેશબંધીના જાહેરનામાનો સમય ૯:૦૦ વાગે પૂર્ણ થતાં ભારદારી વાહનોઓ શહેરમાં પ્રવેશવાથી નાના મોટા અકસ્માતો તથા ટ્રાફિક જામની સંભાવના રહેલી છે.આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે તે માટે  પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા આદેશ કર્યો છે.

વડોદરા શહેરમાં પ્રવેશતી એસ.ટી.બસો ફતેગંજ સર્કલથી કાલાઘોડા સર્કલ, કાલાઘોડા સર્કલથી જેલ રોડ, સેન્ટ્રલ S.T.ડેપોથી કાલાઘોડા સર્કલ,અક્ષરચોક સર્કલથી મુજમહુડા સર્કલ, મુજમહુડા સર્કલથી વિશ્વામિત્રી બ્રિજ થઇ કિર્તિસ્થંભ,સુશેન સર્કલથી ભવન્સ સર્કલ, જયુપીટર ચાર રસ્તાથી તુલસીધામ ચાર રસ્તા થઇ લાલબાગ બ્રિજ અને મકરપુરા,ભવન્સ સર્કલથી શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા થઇ, લાલબાગ બ્રિજ તરફ જઇ શકાશે નહીં.વધુમાં દુમાડ બ્રિજ,દેણા બ્રિજ ,ગોલ્ડન બ્રિજ ,દરજીપુરા બ્રિજ,આજવા બ્રિજ,વાધોડીયા બ્રિજ ,કપુરાઇ બ્રિજ અને તરસાલી બ્રિજ નીચેથી શહેરમાં પ્રવેશી શકશે નહીં.

Advertisement

તેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તમામ એસ.ટી બસ સુરત તરફથી,ડભોઈ તરફથી,વાઘોડીયા તરફ થી,આજવા તરફથી,હાલોલ તરફ થી એકસપ્રેસ હાઇવે તરફથી આવતી એસ.ટી.બસો જામ્બુવા બ્રિજથી તરસાલી બ્રિજ, કપુરાઇ બ્રિજ, વાઘોડીયા બ્રિજ, આજવા બ્રિજ, દરજીપુરા બ્રિજ, ગોલ્ડન બ્રિજ, દુમાડ બ્રિજ, ફર્ટીલાઇઝર બ્રિજથી છાણી જકાતનાકા સર્કલ, નિઝામપુરા રોડ, ફતેગંજ સર્કલ, પંડયા બ્રિજ થઇ, સેન્ટ્રલ એસ.ટી.ડેપો જઇ શકશે. જંબુસર, પાદરાથી આવતી બસો અટલાદરા BAPS સર્કલ, કલાલી બ્રિજ ઉપર, અક્ષરચોક સર્કલ,અટલ બ્રિજ ઉપર, પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ બ્રિજ નીચેથી યુ ર્ટન લઇ પરત પંડયા બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી નટરાજ સર્કલ થઇ સેન્ટ્રલ એસ.ટી.ડેપો જઇ શકશે.

વિટકોસ શહેરી બસ તા.૧૨/૧૦/૨૦૨૪ ના કલાક ૦૮:૦૦ થી નવરાત્રી મહોત્સવ પૂર્ણ ન થાય ત્યાં સુધી વડોદરા શહેરમાં વિટકોસ બસો રાવપુરા રોડ, માંડવી દરવાજા, નાની શાકમાર્કેટ રોડનો ઉપયોગ કરી શકશે નહીં.

Advertisement

ઉપરોકત જાહેરનામામાંથી ઇમરજન્સી સર્વિસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તેમજ પોલીસના વાહનોને મુકિત રહેશે. આ જાહેરનામાનાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

Trending

Exit mobile version