Vadodara

વડોદરા જિલ્લાના પી.એમ. કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ તા.૩૦ જૂન સુધી ફરજિયાત “E-KYC” કરાવી લેવું

Published

on

* વડોદરા જિલ્લાના ૨૩,૭૨૧ લાભાર્થી ખેડૂતોના ઈ-કેવાયસી હજુ બાકી છે

પી.એમ. કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. હજુ પણ જિલ્લાના કુલ ૨૩,૭૨૧ લાભાર્થી ખેડૂતો દ્રારા ઈ-કેવાયસી કરાવેલ નથી. હાલ આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજિયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.
વડોદરા જિલ્લામાં કુલ ૨૩,૭૨૧ લાભાર્થીઓએ E-KYC કરાવેલ નથી.જે તા. ૩૦.૬.૨૦૨૩ સુધીમાં E-KYC ના કરાવે તો આગામી સમયમાં લાભાર્થી વંચિત રહી જશે. તાલુકાવાર બાકી ઈ-કેવાયસીમાં વડોદરા ગ્રામ્યના ૩૧૫૫ ખેડૂતો, ડભોઈના ૩૭૮૯, કરજણના ૩૯૮૩, પાદરામાં ૩૩૩૨, વાઘોડિયાના ૧૬૬૧, શિનોરના ૨૦૨૮, સાવલીના ૪૨૧૬ અને ડેસર તાલુકાના ૧૫૫૭ ખેડૂતોનો સમાવેશ થાય છે.

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM-KISAN યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજિયાત “e- KYC” કરવાનું થાય છે. વડોદરા જિલ્લાના તમામ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ સરકારશ્રી તરફથી સહાય આપવામાં આવી રહી છે. જેમા યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.

E- KYC ખરેખર શું છે?
E- KYC તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરવાની એક પ્રકીયા છે અને જો તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક ન હોય તો તમારે બેંકમાં રૂબરૂ જઈને તમારા એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજિયાત છે.

Advertisement

E- KYC કરવા માટે શું જરૂરી છે. ?
E- KYC કરવા માટે તમારો આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. જો તમારૂ આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક કરેલ ન હોય તો પહેલા તાત્કાલીક આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો.

આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવા માટે કયાં જવું ?
તમારા નજીકના કોમન સર્વીસ સેન્ટર (CSC), સેવા સદન (મામલતદાર કચેરી), ઈ-ગ્રામ સેન્ટર, તથા અમુક સરકાર તરફથી નિમાયેલ બેંકમાં પણ લીંક પ્રકિયા થઈ શકે છે. હાલ જિલ્લામાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારી પણ આ કામગીરી કરી રહ્યા છે.

Advertisement

E- KYC અપડેટ કરવા માટે કયાં જવું ?
E- KYC કરવા માટે પહેલા તો મોબાઈલના જાણકાર ખેડૂત જાતે જ https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx ની વેબસાઈટ પર જઈને E-KYC ઓપશન પર કલીક કરીને અપડેટ કરી શકે છે. જેમાં ખેડૂતો પાસેથી તેમનો આધાર નંબર અને લીંક કરેલ મોબાઈલ નંબર માંગશે તેમાં એક OTP ચાર અંકનો આવશે તે નાખ્યા બાદ ફરીથી આધાર OTP છ અંકનો આવશે તે નાખ્યા બાદ ઉપર E-KYC IS SUCCESSFULLY SUBMITTED લખેલું આવે એટલે તમારૂ E-KYC અપડેટ થઈ જાય છે.

આ ઉપરાંત કોઈ પણ બાકી ઈ-કેવાયસીના લાભાર્થી માટે ભારત સરકાર દ્રારા પી.એમ. કિસાન મોબાઈલ એપ્લીકેશન દ્રારા ફેસ ઓથેન્ટીકેશન ઈ- કેવાયસી કરવા માટે મોબાઈલ એપ્લીકેશન પર PMKISAN GoI એપ્લીકેશન ઈનસ્ટોલ કરવાની રહેશે. લાભાર્થી પોતાનું તથા પોતાના સિવાય અન્ય લાભાર્થીઓના જેમના યોજનામાં મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરેલ ન હોય તેવા ૧૦ લાભાર્થીઓના ઈ- કેવાયસી કરી શકશે.

Advertisement

વધુ વિગતો માટે જે તે ગામના ગ્રામસેવક ,વી.સી.ઈ, CSC કેન્દ્રના પ્રતિનિધિ, ઈ-ગ્રામ કેન્દ્ર તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version