Vadodara
વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડાએ સાવલી માં તાકીદે બેઠક યોજી

વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક એ સાવલી પોલીસ મથકે ચાર દિવસીય ઇન્સ્પેકશન યોજયું સાથે આગામી તહેવારો રામનવમી અને શરૂ થયેલ રમઝાન માસ દરમિયાન એકતા અને સુલેહ ભર્યા વાતાવરણમાં તહેવારો ની ઉજવણી થાય તે હેતુ થી સાવલી નગર ના હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ સાથે મીટિંગ યોજી
વડોદરાજિલ્લા ગ્રામ્ય પોલીસ ના વડા રોહન આનંદ દ્વારા સાવલી પોલીસ મથક નું ચાર દિવસીય ઇન્સ્પેકશન માટે આવ્યાછે અને પરેડયોજી સાવલી પોલીસમથક ના પીએસઆઇ તેમજ પોલીસ કર્મીઓ ની શારિરીક ફિટનેસ અને કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું અને મુસ્લિમ બિરાદરો ના શરૂ થયેલ રમઝાન માસ અને આગામી મર્યાદાપુરુષોત્તમ ભગવાન રામ ના જન્મદિવસ રામનવમી ના તહેવારો કોમી એકતા અને શોહાર્દ પૂર્ણ વાતાવરણમાં કાયદા ના પાલન સાથે ઉજવાય તે હેતુ થી સાવલી નગરના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સાથે મીટિંગ યોજી હતી અને કાયદો અને વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે ચર્ચા કરાઈ હતી