Gujarat
વડોદરાને મળ્યા નવા મેયર, પિન્કી સોનીએ સંભાળ્યું મેયરનું પદ તો ડેપ્યુટી મેયર બન્યા ચિરાગ બારોટ

આજે વડોદરાને નવા મેયર મળ્યા છે. શહેરના નવા મેયર પિન્કી સોની બન્યા છે. અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.શિતલ મિસ્ત્રી બન્યા છે. તો શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
વડોદરામાં 9 સપ્ટેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થઈ હતી. જેને પગલે વડોદરા કોર્પોરેશનના નવા સત્તાધીશો કોણ, તેને લઇને ચર્ચાઓ તેજ બની હતી. સૂત્રોની માનીએ તો, મેયર પદની રેસમાં નંદા જોષી, સ્નેહલ પટેલ, હેમિષા ઠક્કર, તેજલ વ્યાસ, પૂનમ શાહ, જ્યોતિ પટેલ અને વર્ષા વ્યાસનું નામ ચર્ચામાં રહ્યાં હતા. જ્યારે ડેપ્યુટી મેયર માટે ચિરાગ બારોટ, ઘનશ્યામ પટેલ, મનીષ પગાર, શૈલેષ પાટીલ અને નીતિન ડોંગાનું નામ ચર્ચામાં રહ્યું હતુ. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ડૉ.શીતલ મિસ્ત્રી, અજિત દઢીચ દોંગા, બંદીશ શાહ અને મનોજ પટેલનું નામ ચર્ચામાં રહ્યુ હતુ.