Chhota Udepur
કદવાલ પોલીસ મથકમાં વડોદરા રેન્જ આઈ.જી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું : પોલીસ કામગીરીને બિરદાવી
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૮
સતર્કતા અને ફરજનિષ્ઠાનું મૂલ્યાંકન કરવા છોટાઉદેપુર જિલ્લા પોલીસનું છેલ્લા ત્રણ દિવસથી વાર્ષિક ઇન્સ્પેક્સન વડોદરા રેન્જ આઇજી સંદીપસીંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વાર્ષિક ઇન્સ્પેક્સન દરમિયાન રેન્જ આઇજી સંદીપસીંગ દ્વારા જિલ્લાના બે પોલીસ મથકો બોડેલી, કદવાલની મુલાકાત લેવામાં આવી હતી.
આજરોજ કદવાલ પોલીસ મથકમાં વડોદરા રેન્જ આઈ.જી. સંદીપસીંગ, છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ, ડી.વાય.એસપી સહિતના અધિકારીઓ કદવાલ પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવી પોહચ્યા હતા. વડોદરા રેન્જ આઈ.જી વાર્ષિક ઇન્સ્પેકશન માટે પધારવાના હોય ત્યારે કદવાલ પોલીસ મથકને સુશોભીત કરાયું હતું. કદવાલ પોલીસ મથકના પી.આઇ. બિ.એસ ચૌહાણ, સિનિયર પી.એસ.આઈ કે.કે.પરમાર અને તમામ પોલીસ કર્મીઓએ ઇન્સ્પેકશન પરેડ યોજી સલામી આપી હતી.
વડોદરા રેન્જ આઈજીએ તમામ પોલીસ કર્મીઓનું શારીરિક સ્વાથ્ય ગણવેશ સહિતનું નિરીક્ષણ કર્યું હતું. અને પોલીસ મથકની સ્વચ્છતા સહિત તમામ કાગળો ચોપડાઓની ચકાસણી કરી પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ કદવાલ પોલીસ દ્વારા તહેવારો તેમજ વરસાદની પરિસ્થિતિમાં ખૂબ સારી રીતે પ્રજાની વચ્ચે રહીને ફરજ બજાવી છે તેને અધિકારીઓએ બિરદાવી હતી.