Gujarat

ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ એલર્ટ

Published

on

વડોદરા તાલુકાના સમિયાલા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં અશ્વદળ દ્વારા પેટ્રોલિંગ

         તા. ૧૬/૦૯/૨૦૨૪ ને સોમવારે વડોદરા જિલ્લામાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ મોડ પર છે.

Advertisement

પોલીસ અધિક્ષક રોહન આનંદના માર્ગદર્શનમાં અગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સમિયાલા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં આજરોજ પોલીસના અશ્વદળ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

આ સાથે જ આ બંને તહેવારોની હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા અનેક સ્થળોએ હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી રહી છે. તદુપરાંત ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસ અંગે સતત રૂટ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

પોલીસ અધિક્ષક રોહન આનંદે વડોદરા જિલ્લાના નાગરિકોને કોઈ પણ અફવાઓથી દૂર રહેવાની વિનંતી કરી છે. કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક મેસેજ તથા સોશિયલ મીડિયા પોસ્ટની જાણ થાય અથવા તો પોલીસ મદદ માટે તેમણે ૧૦૦ નંબર અથવા જિલ્લા કંટ્રોલ રૂમ નં. ૦૨૬૫-૨૪૨૩૭૭૭/૨૪૨૩૮૮૮ પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

 

Advertisement

Trending

Exit mobile version