Panchmahal

ગોધરા બેઠકજીએ હથિયારધારી SRP મુકવા વૈષ્ણવોની માંગ

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)
ગોધરા સ્થિત મહાપ્રભુજી રાણા વ્યાસજીની બેઠક વૈષ્ણવો માટે આસ્થાનું કેન્દ્ર છે તથા ગોધરાના અતિ સંવેદનશીલ વિસ્તારમાં આ બેઠકજી નું સ્થાનક આવેલ છે બેઠકજીના રક્ષણ માટે વર્ષોથી હથિયારધારી એસઆરપી ની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ કોઈ અગમ્ય કારણસર સદર એસઆરપી ને ત્યાંથી ખસેડી લેવામાં આવેલ છે જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આઘાતજનક બનાવ છે આ બેઠક અતિ પૌરાણિક અને ઐતિહાસિક બેઠક છે 500 વર્ષ જૂની આ બેઠકનો જીર્ણોદ્ધાર 50 વર્ષ પહેલા બેઠક જીમા જરૂરી એવી તમામ વ્યવસ્થા સાથેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો આ વિસ્તારમાં ભૂતકાળમાં કોમી રમખાણો થયા ના દાખલાઓ સરકારી દફતરે મોજુદ છે કોમી રમખાણોને લઈને હથિયારધારી એસઆરપીને કાયમી ધોરણે સુરક્ષા માટે નિમણૂક કરવામાં આવી હતી પરંતુ હાલના તંત્ર દ્વારા હથિયારી એસઆરપી ને ખસેડી લેવામાં આવતા વૈષ્ણવો દ્વારા ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી તથા જિલ્લા પોલીસ વડાને મળી રજૂઆત કરી હતી કે આ ઐતિહાસિક અને અતિ પૌરાણિક મહાપ્રભુજી રાણા વ્યાસજીની બેઠકના દર્શન માટે તથા જારીજી ભરવા માટે દેશ અને પરદેશના વૈષ્ણવજનો આવે છે તેઓની સુરક્ષા જરૂરી છે માટે પુનઃ એસઆરપીની નિમણૂક માટેની વિનંતી કરવામાં આવી હતી આ વખતે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં હોળી ધુળેટી નો તહેવારને લઈને પાવાગઢ ખાતે માઈ ભક્તોનો ઘસારો અસહ્ય હોવાથી એસ આર પી ને બંદોબસ્ત માટે પાવાગઢ ખાતે મોકલવામાં આવ્યો છે

પરંતુ હવે હોળી ધુળેટી નો તહેવાર પૂર્ણ થઈ ગયો છે છતાં પણ આજ દિન સુધી તંત્ર દ્વારા હથિયારધારી એસઆરપીની બેઠકજી ખાતે નિમણૂક કરવામાં આવી નથી ગુજરાતની સરકાર દ્વારા ભેદભાવ રાખતા હોય તેવો અનુભવ વૈષ્ણવોને થઈ રહ્યો છે કારણ માત્ર અઢી ટકા વસ્તી ધરાવતા જૈન સમાજના નાગરિકો દ્વારા તેઓના આસ્થા સમાન પાલીતાણા ને પ્રવાસન સ્થળ તરીકે નહીં વિકસાવવા માટે આંદોલન કરે, રેલીઓ કાઢે, દેખાવ કરે અને સરકાર તેઓની માગણીને મંજૂર કરી પ્રવાસ સન તરીકે વિકસાવવામાં નહીં આવેલી ખાતરી આપે તો ગોધરા સ્થિત વૈષ્ણવોની આસ્થા સમાન બેઠકજી માટે એસઆરપી ની નિમણૂક ના કરી શકે શું સરકાર એવું ઈચ્છે છે કે શાંતિ પ્રિય વૈષ્ણવો દેખાવો અને આંદોલન કરે જોકે આ બાબતે વૈષ્ણવ સમાજના ધર્મ ગુરુઓએ પણ રસ લઈ માર્ગદર્શન આપી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને મૌખિક કે લેખિત રજૂઆત કરવી જોઈએ કે અમારા આસ્થા સમાન બેઠક જીના સ્થાનકે કાયમી ધોરણે હથિયારધારી પોલીસ કે એસઆરપીની સુરક્ષા માટે નિમણૂક કરવી જોઈએ આ માટે ધર્મ ગુરુઓએ સક્રિય થવાની જરૂર છે

Advertisement
  • આ વિસ્તારમાં ભૂતકાળમાં કોમી રમખાણો થયા ના દાખલાઓ સરકારી દફતરે મોજુદ છે કોમી રમખાણોને લઈને હથિયારધારી એસઆરપીને કાયમી ધોરણે સુરક્ષા માટે નિમણૂક કરવામાં આવી હતી
  • હથિયારી એસઆરપી ને ખસેડી લેવામાં આવતા વૈષ્ણવો દ્વારા ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી તથા જિલ્લા પોલીસ વડાને મળી રજૂઆત કરી
  •  પાવાગઢ બંદોબસ્ત માં ગયેલી SRP હજુ પાછી આવી નથી
  •  જો જૈન સમાજ ની માંગણી સ્વીકારાતી હોય તો વૈષ્ણવોની કેમ નઈ
  •  વૈષ્ણવ સમાજના ધર્મ ગુરુઓએ પણ રસ લઈ માર્ગદર્શન આપી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને મૌખિક કે લેખિત રજૂઆત કરવી જોઈએ
  •  અતિ સંવેદનશીલ વિસ્તાર માં અતિપૌરાણીક ઐતિહાસિક બેઠકજી ના સેવકો તથા દેશ પરદેશ થી આવતા ભક્તો ની શૂરક્ષા માટે હથિયારધારી SRP મૂકવી જરૂરી

Trending

Exit mobile version