Panchmahal

હાલોલ માં આન બાન અને શાન થી વલ્લભાચાર્ય મહોત્સવ ઉજવાયો

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

હાલોલ ની પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા પુષ્ટિમાર્ગના પ્રણેતા જગતગુરુ શ્રી વલ્લભાચાર્યની 546 મી જન્મ જયંતી આનબાન અને શાન થી ઉજવી આચાર્યના કર્તવ્યનું પાલન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે હાલોલ ની બંને હવેલીઓ ખાતે સવારે 08:00 કલાકે પુષ્ટિ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તથા 10 કલાકે પલનાના દર્શન પાર બંને હવેલીઓ ખાતે સૌથી વધુ ઉછમની બોલનાર પરમ ભવ્ય વૈષ્ણવ ના દ્વારેથી સાંજે છ કલાકે શોભાયાત્રાણું શુભારંભ કરવામાં આવ્યો હતો

Advertisement

શ્રી છગન મગનલાલજીની હવેલી ખાતે રાજેન્દ્ર વલ્લભભાઈ શેઠ તથા શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે અશ્વિનકુમાર વિઠ્ઠલદાસ પરીખ દ્વારા સૌથી વધુ ઉછમની બોલાતા તેઓના દ્વારેથી વલ્લભાચાર્યજીની શોભા યાત્રાનો આરંભ થાય તે પહેલા કીર્તન કારો દ્વારા તેઓના ઘરે વધાઈ ના કીર્તન કરવામાં આવ્યા હતા. બાદમાં વાજા બેન્ડ અને ઢોલ નગારા સાથે કળશ યાત્રા સાથે બગીમાં શ્રી વલ્લભાચાર્યની મૂર્તિને વિધિવત રીતે સ્થાપન કરી શોભાયાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો હતો

શોભાયાત્રામાં વૈષ્ણવો દ્વારા કેસરી અને પીળા રંગના વસ્ત્રો ધારણ કરી કોર્ટમાં ઉપરનો ધારણ કરી શોભા યાત્રાને દર્શનીય બનાવી હતી શોભાયાત્રામાં યુવાનો દ્વારા સૂત્રો ચાર સાથે ગરબાની રમઝટ બોલાવી હતી બંને હવેલીઓ ખાતે શોભાયાત્રા ને વિજય કરતા પહેલા કલશ વધાવવાની વિધિ કર્યા બાદ નિજ મંદિરમાં ચારે દિશાઓમાં કલશનું સ્થાપન કરી શયનના દર્શન ખોલવામાં આવ્યા હતા વૈષ્ણવો દ્વારા શ્રી ઠાકોરજીની ઝાંખી કરી પોતાની જાતને ધન્ય બનાવી હતી બાદમાં બંને સમાજની સમાજ વાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ તમામ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ લઈ પ્રસાદ આરોગ્યો હતો હાલોલ નગર પૂરા દિવસ માટે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને આ પ્રોગ્રામ પ્રતિ વર્ષે વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય પ્રસંગે ઉજવવામાં આવે છે

Advertisement

Trending

Exit mobile version