Gujarat
આન બાન શાન સાથે વલ્લભાચાર્યજી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

(સુરેન્દ્ર શાહ દ્વારા)
ચૈત્રવત અગિયારસ એટલે જગતગુરુ શ્રી વલભાચાર્યનો પ્રાગટ્ય દિવસ આ દિવસે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલીઓમાં ભુમંડલાચાર્ય શ્રી વલભાચાર્ય જીનો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિ ભાવ સભર વાતાવરણમાં ઉજવવામાં આવશે મંગલાના દર્શન પહેલા પુષ્ટિ ધ્વજ લહેરાવવામાં આવશે ત્યારબાદ શણગારના દર્શન બાદ આચાર્યશ્રી વલ્લભાચાર્યજીની શોભા યાત્રા માટેની ઉછમની બોલાવવામાં આવશે જે વૈષ્ણવ સૌથી વધુ ઉછમની બોલશે તે વૈષ્ણવ ના દ્વારેથી વલ્લભાચાર્યજીની શોભા યાત્રાનો પ્રારંભ થશે.
તે પહેલા કીર્તનકારો દ્વારા વલભાચાર્યજીની વધામણી ના કીર્તનો વૈષ્ણવના ઘરે કરવામાં આવશે બાદમાં શણગારેલી બગીમાં વલભાચાર્યજીની પૂર્ણ કદની છબીને વીધી બાદ વિધિવત રીતે સ્થાપન કરી વાજા બેન્ડ ઢોલ નગારા સાથે વલભાચાર્ય જીના જય ઘોષ સાથે શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવશે આ શોભાયાત્રામાં વૈષ્ણવો દ્વારા ભજન કીર્તન ગરબા ની રમઝટ અને યુવાનો દ્વારા નાચગાન સાથે શોભા યાત્રા સમગ્ર નગરમાં પરિભ્રમણ કરશે આ વખતે નગરના વૈષ્ણવો અને નાગરિકો દ્વારા શોભાયાત્રા નું વિવિધ સ્થળોએ ફુલ અને અક્ષત સાથે સ્વાગત કરશે શોભાયાત્રા મંદિર ફળિયામાં પધારશે ત્યારબાદ વધામણી માટેની બોલવામાં આવશે બાદમાં શયનના દર્શન બાદ વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો મહાપ્રસાદ લઈ પોતાની જાતને ધન્ય બનાવશે.