Gujarat

આયુષમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કેમ્પ, હેલ્થ મેળાઓ અને સભાઓ યોજવામાં આવશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)

જિલ્લા કલેકટરે જણાવ્યુ કે, તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે અને વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે ઉદ્દેશ્ય સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયુષમાન ભવઃ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષા સુધી આવી શકતા નથી તેમના માટે તાલુકા કક્ષાએ આરોગ્ય સંબંધિત અભિયાન શરુ રહેશે જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લાભ મળી તે માટે વિશેષ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

મહત્વનું છે કે, આગામી તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ને બુધવારના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આયુષમાન ભવઃ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરે કાર્યક્રમો યોજવામાં આવનાર હોય છે. એક અંગદાન થકી આઠ જેટલા નાગરિકોને જીવનદાન મળી રહે છે તેથી અંગદાન માટે પ્રતિજ્ઞા લેવામાં આવશે. માનનીય વડાપ્રધાનના જન્મ દિવસ ૧૭મી સપ્ટેમ્બર,૨૦૨૩ થી ૨જી ઓકટોબર, ૨૦૨૩ સુધીના પખવાડિયાને સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવનારું છે.

મુખ્ય ત્રણ ટાઈટલ હેઠળ સમગ્ર અભિયાન ને સમાવી લેવામાં આવ્યું છે. જેમાં ‘આયુષ્માન ભવ: આપકે દ્વારા ૩.૦’ માં ૧૭ સપ્ટેમ્બરથી દરેક લાભાર્થીને આયુષ્યમાન કાર્ડનું વિતરણ ઝુંબેશના રૂપમાં કરવામાં આવશે. ‘આયુષ્માન ભવ: મેળા’માં ૧૭ સપ્ટેમ્બર થી દરેક હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્યમેળો કરવામાં આવશે. તેમજ સામુહિક આરોગ્યકેન્દ્ર ખાતે સ્ત્રી રોગ, બાળ રોગ સર્જરી, આંખ અને માનસિક રોગના નિષ્ણાંત ડોકટરો દ્વારા, મેડીકલ કોલેજ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ‘આયુષ્માન ભવ: સભા’માં ૨ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામસભામાં ગ્રામ્ય આરોગ્ય સમિતીની મીટીંગ દ્વારા પી.એમ.જે.વાય કાર્ડ અને વિતરણ આભા કાર્ડની ઉપયોગીતા તેમજ બિનચેપીરોગ, પ્રજજન અને બાળ આરોગ્યને લગતા પ્રશ્ન રસીકરણ, પોષણ, એનીમિયા વગેરે અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.

Advertisement

આ ઉપરાંત તા.૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમ્યાન દરેક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન, ઓર્ગેન ડોનેશન પ્લેજ ડ્રાઈવ, રકતદાન શિબિર વગેરે જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની જીલ્લા પંચાયત છોટાઉદેપુર જણાવ્યું હતું.

જિલ્લામાં ૩,૯૦,૭૯૦ નાગરિકો કાર્ડ ધરાવે છે ત્યારે બાકી રહેતા નાગરિકોને આ કાર્ડ મળી રહે તે માટે જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા ખાસ આયુષ્યમાન આપકે દ્વાર ૩.૦ અભિયાન આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવશે. જીલ્લાનો એક પણ નાગરિક આ સુવિધાથી વંચિત ન રહે તેની ખાતરી કરવામાં આવશે. આત્યાર સુધીમાં કૂલ ૧૭ કરોડ કરતા વધારે રકમનો મફત સારવારનો લાભ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને આપેલ છે.

Advertisement

આયુષમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત આયુષમાન કાર્ડ રિન્યુઅલ અને આયુષમાન કાર્ડ ન હોય તેવાને નવા કાર્ડ, આભા કાર્ડ કાઢવા સહિતની કામગીરીઓને આવરી લેવામાં આવશે. ગ્રામ પંચાયત, સામૂહિક કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળો પર આયુષમાન કાર્ડ કાઢી આપવામાં આવશે.

જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય મેળાઓ યોજવામાં આવશે. બિનચેપી રોગો, ટીબી, રક્તપિત અને અન્ય ચેપી રોગો, માતા અને બાળ આરોગ્ય તેમજ પોષણ, આંખ સંભાળ અને એનેમિયા સહિતના રોગોની સારવાર, આરોગ્ય માટે જાગૃત્તિ સહિતની બાબતોને આવરી લેવામાં આવશે. આરોગ્ય ઉપરાંત સહકારી મંડળીઓ, ગ્રામ પંચાયત, આંગણવાડી કાર્યકરો સહિતનાઓ આ કામગીરી માટે સેવાઓ પૂરી પાડશે. આગામી તા.૨ ઓકટોબર, ૨૦૨૩ના રોજ આયુષમાન સભા યોજવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં યોજાનાર ગ્રામસભાઓમાં ટીબી મુક્ત ગામ અભિયાન અંતર્ગત ટીબીની સારવાર અને ટીબી મુક્ત ગામના સંકલ્પને સાધવા માટેની પ્રતિજ્ઞા સાથે વિવિધ કાર્યક્રમો થશે.

Advertisement

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસીહે જણાવ્યુ કે, વધુમાં વધુ નાગરિકો પીએમજેએવાય કાર્ડ મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર કટિબધ્ધ છે. આ અભિયાન થાકી સર્વરોગ નિદાન કેમ્પ તમામ ૬ બ્લોકમાં યોજવામાં આવશે અને આ ખર્ચ જીલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ઉભો કરવામાં આવશે. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારીઓ-કર્મચારીઓ, માહિતી કચેરીના મનીષ બ્રહ્મભટ્ટ અને તેની ટીમ તેમજ પત્રકારો સહિતના લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version