Connect with us

Gujarat

મુક બધીર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર મેળા સહીત વિવિધ કેમ્પ યોજવામાં આવ્યા

Published

on

મદદનીશ નિયામક રોજગાર કચેરી, નેશનલ કરીઅર સેન્ટર ફોર ડીફરન્ટલી એબલ તથા આઈટીઆઈ ફોર ડીસેબીલીટી, તરસાલીના સંયુકત ઉપક્રમે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા ડેફ એન્ડ મ્યુટ (મુક બધીર) દિવ્યાંગતા ધરાવતા ૧૮ થી ૪૦ વર્ષના ધો.૮ પાસ, ૧૦ પાસ, આઈટીઆઈ, ૧૨ પાસ જેવી  લાયકાત ધરાવતા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે ૨૯ જુલાઈના રોજ તરસાલી આઈટીઆઈ ખાતે  ખાસ રોજગાર ભરતી મેળો યોજવામા આવ્યો હતો. આ ભરતી મેળામા પીજીપી ગ્લાસ પ્રા લી, જંબુસર અને કોસંબા, કોસંબા ગ્લાસ ડેકો -પેકેજીંગ વિભાગ, જરોદ,  અંશા ડેકો ગ્લાસ પ્રા .લી  કોસંબા ની શોર્ટર, પેકર અને હેલ્પરની ૧૦૦ જેટલી જગ્યા માટે રુબરુમા ૩૨ ઉમેદવારો અને ૩૫ વીડીયોકોલથી એમ કુલ ૬૦ થી વધુ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામા આવ્યા હતા. જેમાથી ૨૫ જેટલા ઉમેદવારોની સ્થળ પર પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી. અલ્પેશ ચૌહાણ, મદદનીશ નિયામક (રોજગાર), શ્રીતેજસ દરજી,  આચાર્ય આઈટીઆઈ તથા એનસીએસડીએના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય યોજના તેમજ  દિવ્યાંગ ઉમેદવારો માટે ચાલતા ફ્રી  વોકેશનલ તાલીમ કોર્ષ  અંગે તેમજ રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ, એનસીએસ પોર્ટલ અને પીએમ દક્ષ પોર્ટલ અંગે માર્ગદર્શન આપીને નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો. આ કેમ્પમાં રોજગારવંછુકો, વિદ્યાર્થીઓ અને તાલીમી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓને અને ઉમેદવારોને સ્થળ પર નોંધણી અને ડેમો આપી આઈટીઆઈ તેમજ રોજગાર કચેરી અને એનસીએસડીએ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!