Gujarat
વાવની મુવાડી કરાડ કેનાલના તળીયા માં ગાભડું પાણી છોડાતા પાણી જ પાણી
વાવની મુવાડી ગામેથી પસાર થતી કરાડ કેનાલ માં ગાભડું રાત્રે પાણી છોડતા ગટરો હાઉસફુલ ગ્રામજનો એ સમયસર પાણી બંધ ન કરાવ્યું હોત તો પાણી આજુબાજુના ગામો સુધી પહોંચી જતું.
ઘોઘંબા તાલુકાના વાવની મુવાડી ગામેથી પસાર થતી કરાડ કેનાલ ની અંદર ગબળું પડ્યું હતું. કરાડ સિંચાઈ વિભાગ દ્વારા ગત રાત્રે કેનાલમાં અચાનક પાણી છોડવામાં આવ્યું હતું જે પાણી કેનાલના તળિયામાં પડેલા ગાબડા માંથી સીધું નાળાની પાઇપમાં રહી ગટરોમાં વહેતું હતું રાત્રિ દરમિયાન ખેતરમાં આટો મારવા આવેલા પ્રવીણસિંહ ચૌહાણને કેનાલમાં પાણી છોડ્યું હોવાનુ માલૂમ પડ્યું અને પાણી તેમના ખેતરમાં ભરાતા તેમણે તાત્કાલિક ગામના સરપંચ તથા કેનાલ વિભાગને જાણ કરતા પાણી બંધ કરવામાં આવ્યું હતું. જો પાણી બંધ ન કરાયું હોતતો પાણી આસપાસના ગામો જેવા કે કણબીપાલ્લી, દેવની મુવાડી સુધી પહોંચી જતા આ ગાબડું પૂરવા માટે પ્રવિણસિંહ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી
ખેતર માલિકોએ ગાભડા માંથી પાણી વહીને ખેતરોમાં જતું હોવાની અને તેમની ખેતી બગડતી હોવાની રજૂઆત કરતા કરાડ સિંચાઈ વિભાગ દ્વારા ખેતરની આસપાસ સંરક્ષણ દિવાલ બનાવી આપવાની વાત કરી હતી. એક નાનકડું ગાભડું પુરવાના બદલે સિંચાઈ વિભાગ આખી સંરક્ષણ દિવાલ બનાવવાની કેમ વાત કરે છે? કેનાલમાં સાફ-સફાઈ નો અભાવ તેમજ ઠેર ઠેર તૂટેલી હાલતમાં દેખાઈ રહી છે જ્યાં સુધી કેનાલના તળિયા નું ગાભડું પૂરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચવું કેઅસંભવ છે
કરાડ કેનાલ માં ગાભડું
વાવની મુવાડી કરાડ કેનાલના તળીયા માં ગાભડું પાણી છોડાતા પાણી જ પાણી