Food
કઢાઈમાં શાક પણ બની જશે એકદમ સરળતાથી બસ ફોલો કરો આ સરળ ટિપ્સ
આપણા કિચનમાં કેટલાંક એવાં ઘણાં વાસણ હોય છે, જેમાં બહુ ઓછી વાનગીઓ જ બનાવી શકાય છે. જેમ કે, કુકરમાં રોટલી ન બનાવી શકાય અને તવા પર શાક બનાવી ન શકાય. જોકે આ વાસણોમાં રસોઈ બનાવવા માટે સૌથી વધારે પ્રેશર કુકરનો જ ઉપયોગ કરવામાં આવે છે, કારણકે કુકરમાં રસોઈ બનાવવી ખૂબજ સરળ છે.
જ્યારે પ્રેશર કુકર બગડ્યું હોય કે બીજી કોઈ સમસ્યા હોય ત્યારે રસોઈમાં બહુ તકલીફ આવે છે. જોકે મોટાભાગે રસોઈ બનાવવામાં કઢાઈનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર એ વાતનો અંદાજો નથી રહેતો કે, કઢાઈમાં શાક ક્યાં સુધી ચઢવવું અને તેમાં કેટલી માત્રામાં પાણી નાખવું.
આ રીતે રસોઈમાં સમય વધારે લાગે છે અને એલપીજી સિલિન્ડરમાં પણ વધારે ખર્ચ થાય છે. જો તમારી સાથે પણ આવું જ કઈંક થતું હોય તો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક એવી હેક્સ, જેની મદદથી તમે કઢાઈમાં પણ બહુ જલદી રસોઈ બનાવી શકો છો.
પહેલાં તપાસી લો કે, કઢાઈમાં શું-શું બનાવવું જોઈએ?
ઘણીવાર આપણે કઢાઈમાં એવાં શાક બનાવી લઈએ છીએ, જેને બનાવવામાં વધારે સમય તો લાગે જ છે, સાથે-સાથે સ્વાદ પણ બગડે છે. જેમ કે લોખંડની કઢાઈમાં કઢી, રસમ, ટામેટાથી બનેલ શાક, આમલી વગેરે ખાટાં શાક ન બનાવવાં જોઈએ. બાકીનાં શાક તમે લોખંડની કઢાઈમાં બનાવી શકો છો.
શું કઢાઈને ઢાંકણથી ઢાંકી શકાય?
જો તમે કઢાઈમાં રસોઈ જલદી બનાવવા ઈચ્છતા હોવ અથવા એલપીજી ગેસનો ખર્ચ ઘટાડવા ઈચ્છતા હોવ તો, ઢાંકીને રસોઈ બનાવો. આમ કરવાથી વરાળ બહાર આવતી નથી અને રસોઈ પોતાની મેળે ભેજને શોષી જલદી ચઢી જાય છે.
એટલે યોગ્ય તો એ જ રહેશે કે, કઢાઈને હંમેશાં ઢાંકીને જ રાખો. પરંતુ જ્યારે પણ કઢાઈમાં કઈ બનાવો ત્યારે દર પાંચ મિનિટે તેનું ઢાંકણ ખોલીને હલાવતા રહો.
શાકને પલાળીને ચઢવો
કેટલાંક શાક એવાં પણ હોય છે જેને બનવામાં બહુ વધારે સમય લાગે છે, જેમ કે, વટાણા, દાંડીવાળાં શાક. એટલે યોગ્ય તો એ જ રહેશે કે, દાંડીવાળાં શાક બનાવતાં પહેલાં મીઠાના પાણીમાં પલાળી રાખો અને 10 મિનિટ બાદ તેનો ઉપયોગ કરો.
અન્ય ટિપ્સ
લોખંડની કઢાઈમાં રસોઈ બનાવ્યા બાદ તેને બીજા વાસણમાં કાઢી લો. ઓછામાં ઓછા બે-ત્રણ દિવસના અંતરાલમાં તેનો ઉપયોગ કરો. લોખંડની કઢાઈને સાફ કરવા માટે હાર્ડ લિક્વિડનો ઉપયોગ ન કરવો. લોખંડની કઢાઈને સાફ કર્યા બાદ પાણીથી દૂર કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકો.