Panchmahal

વેજલપુર PSI આર.આર.ગોહિલને રાજ્ય કક્ષાએ “ઇ-કોપ એવોર્ડ” થી સન્માનિત

Published

on

પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. આર. ગોહિલને ઉત્તમ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ “ઇ-કોપ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા , પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ મથકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આર. આર. ગોહિલને વિશિષ્ટ કામગીરી કરવા બદલ રાજ્ય કક્ષાએ પોલીસ વિભાગના D.G.P વિકાસ સહાય દ્વારા ‘ઈ-કોપ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. ખરેખર કહેવાય છે કે પોલીસ એ પ્રજાનો ખરેખર મિત્ર બને છે અને આ જ સંદર્ભમાં આર.આર. ગોહિલ દ્વારા મોબાઈલ ચોરી, વાહન ચોરી, ઘર ફોડ ચોરી તથા લૂંટધાર ના આરોપીઓ ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે તેમજ યુવાધનને બરબાદ કરી આપતા નાખતા ગાંજો , અફીણના કાલા તથા કોડીન સીરપ જેવો એનડીપીએસનો કરોડ રૂપિયા ઉપરાંતનો જથ્થો તથા લાખો રૂપિયા વિદેશી દારૂનો જથ્થો પંચમહાલ જિલ્લામાંથી પકડી પાડવામાં સફળતા મળેલ છે તેએ મર્ડર કેસના ચાર જેટલા આરોપીઓની ૩૬ કલાકમાં ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરવામાં ગુજરાતમાં પ્રથમ કાર્ય તેઓના દ્વારા કરવામાં આવેલ છે.

તેમજ ગૌવંશ હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે તેમજ પ્રજાલક્ષી હિતના કાર્યો તેમજ આકસ્મિક અકસ્માત જેવા કે વાહન અકસ્માત ,આગ ,વરસાદી પુરની સ્થિતિ ,કુવામાં ફસાઈ જવા જેવા બનાવમાં તથા કોરોના જેવા કપરા સમયમાં પણ નીડરતાપણે તેઓએ નિષ્ઠાપૂર્વક પોતાના કાર્ય ક્ષેત્રમાં કામગીરીની ફરજો બજાવેલ છે. આ સાથે સાથે તેઓના દ્વારા પોકેટ કોપની આરોપી સર્ચ અને વાહન સર્ચ એપ્લિકેશનનો ઉપયોગ કરી બે ચોરીના ગુનાઓ શોધી કાઢી આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 23,000 નો મુદ્દા માલ રિકવર કરવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના શોધવાની ઉત્તમ કામગીરી કરવામાં આવેલ છે તે બદલ તેઓને ગુજરાત રાજ્યના પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક ગુજરાત રાજ્ય- ગાંધીનગર વિકાસ સહાય સાહેબની ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં આર. આર. ગોહિલ દ્વારા ઉત્તમ કામગીરી કરવા બદલ સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને લોકોમાં આનંદ અને ઉત્સાહ અને લાગણી પ્રસરી ગઈ છે.

Advertisement

Trending

Exit mobile version