Gujarat
અન્ડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રિપલ સેન્ચુરીનો રેકોર્ડ કરનાર બોટાદના ખેલાડી કાવ્ય પટેલનું બહુમાન કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો…

રાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાવનગર રૂરલ અને બોટાદ ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચે બે દિવસીય લીગ મેચનો પ્રારંભ થયો હતો. બોટાદની ટીમે બેટીંગ કરી પ વિકેટે પપ૪ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો, જેમાં કેપ્ટન કાવ્ય પટેલે શાનદાર બેટીંગ કરી અણનમ ૩૩૪ રન ફટકારી રેકોર્ડ કર્યો હતો.
ભાવનગર શહેરના ભરૂચા કલબના મેદાન ખાતે ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટની બે દિવસીય લીગ મેચના પ્રારંભ થયો. બોટાદની ટીમે પ્રથમ બેટીંગ કરતા ૮૧ ઓવરમાં પ વિકેટ ગુમાવી પપ૪ રને દાવ ડિકલેર કર્યો હતો, જેમાં બોટાદના કેપ્ટન વિકેટ કિપર કાવ્ય પટેલે શાનદાર બેટીંગ કરતા ર૬૯ બોલમાં પ૮ ફોર મારી અણનમ ૩૩૪ રન ફટકાર્યા હતાં. કાવ્ય પટેલે 334 રનની ઈનિંગ રમી, જે અત્યાર સુધીમાં અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી રમાતી ટુર્નામેન્ટમાં આટલા રન કોઈ ખેલાડીએ ફટકાર્યા નથી.
ત્રિપલ સેન્ચુરીનો રેકોર્ડ કરનાર બોટાદના ખેલાડી કાવ્ય પટેલનું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો
સંત શિરોમણિ શ્રી પરમાનંદદાસજી સ્વામી તથા સંત શિરોમણિ શ્રી મુનિવલ્લભદાસજી સ્વામીએ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી ક્રિકેટ જગતમાં આટલી નાની વયે, ધોરણ ૮ માં અભ્યાસ કરતા કાવ્ય પટેલને યથાયોગ્ય શિક્ષણ કીટ આપીને બંને પૂજનીય સંતોએ અંતરના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હરિભક્તો પણ અત્યંત અભિભૂત થયા હતા.