Gujarat
વેન્ટેના કંપનીની બેદરકારી, સેફ્ટી વિના ક્રેન ઉપર ચઢેલો યુવાન નીચે પટકાતા મોત
સાવલી તાલુકાના ઘંટીયાળ ગામે આવેલી વેન્ટેના કંપનીએ કર્મચારીને સેફ્ટી વિના ક્રેન ઉપર ચઢાવતા યુવાને અકસ્માતે કાબુ ગુમાવી દેતા 22 મીટર ની ઊંચાઈએથી નીચે પટકાયો યુવાનના બંને પગ ભાગી ગયા અને શરીરમાં ગંભીર ઈજા થતાં ગણતરીના સમયમાંજ મૃત્યુ થયુ કંપનીની બેદરકારી સામે પરિવારજનોએ હોબાળો મચાવી વળતરની માંગ કરી હતી
સાવલી તાલુકાના ઘંટીયાળ ગામની સીમમાં આવેલ વેન્ટેના સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આણંદ જિલ્લાના સીલી ગામનો યુવાન ભરતસિંહ રાજેન્દ્રસિંહ રાઉલજી કામ કરી રહ્યો હતો તે દરમિયાન યુવાનને કંપનીના અધિકારીઓએ સેફટી વગર ક્રેન ઉપર ચડાવ્યો હતો. અંદાજિત 22 મીટર ની ઊંચાઈ ઉપર સેફટી વગર કામ કરી રહેલા યુવાને અકસ્માતે પોતાનો કાબુ ગુમાવી દેતા ઉપરથી નીચે પટકાયો હતો આટલે ઊંચેથી પટકાયેલા યુવાનના બંને પગ ભાગી ગયા હતા અને શરીરના મુખ્ય અંગો ઉપર ગંભીર ઇજા થતાં યુવાનનું મોત નીપજયું હતું
ક્રેનની કામગીરી દરમિયાન નીચે પટકાયેલા યુવાનને સહકર્મીઓ હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો સહકર્મીના જણાવ્યા અનુસાર યુવાન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. પરંતુ કંપની પોતાની લાપરવાહી છુપાવવા અને કર્મચારીઓ પ્રત્યે પોતે કેટલી સંવેદનશીલ છે તે બતાવવા સારવાર માટે લઈ ગયા હોવાની ઔપચારિકતા દર્શાવી હતી યુવાનના મૃતદેહને PM માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ઘટનાની જાણ યુવાનના પરિવારોને થતા પરિવારજનો હાલોલ ખાતે દોડી આવ્યા હતા અને કંપની સંચાલકોની કાર ને રોકી સેફટી વિના કર્મચારીઓ સાથે કામ કરાવતા કંપની સંચાલકો સામે હોબાળો મચાવી વળતરની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત નો ભોગ બનનાર ભરતસિંહ રાઉલજીના મૃત્યુ પછી તેમની પત્ની તથા બે બાળકો નોંધારા બની ગયા હતા માનવતા ભૂલી ગયેલી કંપનીને કારણે મૃતક ની પત્ની અને બાળકો આજીવન ઠોકર ખાય તેવી પરિસ્તીથી ઊભી થવા પામી છે