Connect with us

Surat

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરો ખુદ વેન્ટિલેટર ઉપર

Published

on

Ventilators at Surat's New Civil Hospital Over ventilators themselves

(સુરેન્દ્ર શાહ દ્વારા અવધ એક્સપ્રેસ)

જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને બચાવવાના પ્રયાસોમાં મદદરૂપ થનાર વેન્ટિલેટર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 100 ઉપરાંત વેન્ટિલેટરો ભંગાર હાલતમાં ધૂળ ખાતા પડી રહ્યા હોવાનું સપાટી પર આવી છે દર્દીને સાજા કરતા વેન્ટિલેટર ખુદ ઓક્સિજન પર છે સુરતની હોસ્પિટલમાં સાફ સફાઈ અને કવર વગર કરોડો રૂપિયાના વેન્ટિલેટરો ધૂળ થાય છે કોરાના વખતે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદ કરવામાં આવ્યા હતા અને તે વખતે અનેક દર્દીઓના જીવ બચાવનાર વેન્ટિલેટર આજે ગંદા અને ગોબરા રૂમમાં બિન સલામત રીતે ગમે ત્યાં પડ્યા છે વેન્ટિલેટર નું કામ દર્દીને ફિલ્ટર કરી શુદ્ધ ઓક્સિજન આપવાનું છે પરંતુ હાલમાં તેનો ઉપયોગ ન હોવાથી સુરતની એક નંબરની હોસ્પિટલમાં દયાની હાલતમાં પડ્યા છે આ ઉપરાંત આ દવાખાનામાં એટલી બધી બેકાળજી છે કે દવાખાનામાં ગાય કુતરા અને બકરીઓ આટા ફેરા મારેછે દર્દીઓની ચીજ વસ્તુઓ બગાડે છે.

Advertisement

Ventilators at Surat's New Civil Hospital Over ventilators themselves

ખરેખર રાજ્યની સરકારી દવાખાનામાં જે મોટા છે અને દરેક સુવિધાથી સજજ છે તેવા રાજ્યના સરકારી દવાખાનામાં આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપ બનાવવા જોઈએ તથા ઉદ્યોગોમાં સ્ટોર કીપર હોય છે તેમ મોટા દવાખાનામાં સ્ટોર કીપરની જગ્યા ઉભી કરી તેની સાફ-સફાઈ અને વિતરણ કાર્ય કરી પરત આવે ત્યારે તે ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ પરંતુ સુરતની તથા રાજ્યની અન્ય સરકારી દવાખાનાઓમાં લોલમ લોલ ચાલે છે પરિણામે સરકાર દ્વારા દર્દીને રાહત આપે અને તેમના જીવનમાં સહાયરૂપ થાય તે માટે લોકોના ટેક્સમાંથી ખર્ચવામાં આવતા રૂપિયા ખરેખર યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે વપરાય છે કે નહીં તેની કાળજી રાખવી જોઈએ તથા આરોગ્ય વિભાગે નોન યુઝ મશીનરી માટે પોલીસી બનાવવી જોઈએ ધુલ વાલા વેન્ટિલેટર ને ઉપયોગમાં લેવામાં આવે તો તેમાં શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે.

Ventilators at Surat's New Civil Hospital Over ventilators themselves

તથા ઓક્સિજનને શુદ્ધ કરવાનું કામ કરતા ફિલ્ટર પણ અવારનવાર બદલવા પડે છે અને તે પણ ઘણા મોંઘા ભાવમાં મળતા હોય છે હાલમાં વેન્ટિલેટરના ફિલ્ટર બદલવા પડશે અને તેનો ખર્ચ લાખો રૂપિયાનો થશે પરંતુ સરકારી દવાખાનામાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફને મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટની કાળજી રાખવા માટેની તેમની ફરજ ભૂલીને માત્ર પોતાના કામ કરવાના કલાક અને પોતાના પગારની જ પડેલી હોય છે મોંઘા ભાવની મશીનરીની કોઈ પરવા કરતા નથી તેનો જીવતો જાગતો દાખલો સુરતની નવી સિવિલ હોસ્પિટલ માં સપાટી પર આવ્યો છે જે ખરેખર વિચારવા જેવી બાબત છે.

Advertisement
error: Content is protected !!