Connect with us

Gujarat

ઘોઘંબા ખાતે વીએચપી અને બજરંગદળ દ્વારા વ્યસન મુક્ત યુવા પર્વ અંતર્ગત હાફ મેરેથોન દોડનુ આયોજન

Published

on

(અવધ એક્સપ્રેસ ઘોઘંબા)

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ પંચમહાલ વિભાગ દ્વારા હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યસન મુક્ત યુવા પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી હાફ મેરેથોનમાં ઘોઘંબા ના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા

Advertisement

ઘોઘંબા નગરમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યસન મુક્ત યુવા તથા બજરંગ દળ દ્વારા વ્યસનમુક્તિ સંકલ્પની ઉજવણીના અનુસંધાને ઘોઘંબા એપીએમસી સબયાર્ડ થી વિશ્રામ ગૃહ સુધી હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર વિભાગમાંથી ધર્મેન્દ્રજી ભવાની ઉપસ્થિત રહી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને ધર્મના રક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું સવારે આઠ વાગે દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં ઘોઘંબા ગામના સરપંચ, યુવાનો, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો તથા રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!