Crime
ગુણેશિયામાં વિજિલન્સની રેડ, દામાવાવ પોલીસ મથકના PSI સહિત 4 પોલીસ કર્મીઓનો ભોગ લેવાયો
પંચમહાલ માં સ્ટેટ મોનીટરીંગ સેલે ઘોઘંબા તાલુકાનાં ગુણેશિયા ગામે દરોડો પાડ્યો હતો જેમાં મોટા પ્રમાણ માં વિદેશીદારૂનો જથ્થો હાથ લાગવાના મામલામાં દામાવાવ પોલીસ મથકના પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. દામાવાવ પોલીસ મથક વિસ્તારના ગુણેશિયા ગામેથી શુક્રવારના રોજ SMC ના દરોડામાં 37 લાખ રૂપિયાનો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયા બાદ પીએસઆઇ સહિત 4 પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરાયા છે.જેમાં
દામાવાવ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ડી.એચ.રાઠોડ, હેડ કોન્સ્ટેબલ છત્રસિંહ પ્રેમાભાઈ ,હેડ કોન્સ્ટેબલ નિતેશકુમાર રામસિંગ,એલ.આર, પાટુભાઈ ભૂરાભાઈ ને સસ્પેન્ડ કરાયા છે.જ્યારે દામાંવાવ પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ ગુનેશિયા થી SMC એ 37 લાખ નો વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરો ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.