Gujarat
ગોદલી ગામે વિજિલન્સે વિદેશીદારૂ ઝડપ્યો, રાજગઢ પોલીસે અગાઉ બે વખત અહીથી દારૂ ઝડયો હતો
ગોદલી ગામેથી ₹4,62,000 નો વિદેશી દારૂ ઝડપાયો વિજિલન્સની ટીમે રેડ પાડી વિદેશીદારૂના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે રહેતા ભોદુભાઈ લીમજીભાઇ રાઠવા ના રહેણાંક મકાનની ખુલ્લી જગ્યા તથા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની કુલ 4,338 બોટલો જેની કિંમત 4,62,000 તથા શરાબની હેરફેર કરતી ત્રણ કાર મળી કુલ રૂપિયા 24 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી પારસિંગ ગોસલા રાઠવા,જશવંત પર્વત બારીયા તથા પ્રકાશ કરસન રાઠવાને ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય છ આરોપી ગોપી રાઠવા, નવલસીંગ રાઠવા, ભોદુ લીમજી રાઠવા, પીન્ટુભાઇ તથા અન્ય બે અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
રાજગઢ પોલીસે અગાઉ બે વખત ભોદુ રાઠવાને ત્યાં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી વિજિલન્સ ની ટીમે સવારે પકડેલી ગાડીઓની ફરિયાદ નોંધવા તથા કાર્યવાહી કરવામાં આઠ કલાક જેટલો સમય લાગ્યો હતો. દારૂમાં વપરાતી ત્રણ કારોમાં બે કારોની નંબર પ્લેટ ગાયબ હતી તેમજ ત્રણ આરોપી ઝડપાયા તેમાં બે છોટાઉદેપુર તથા એક પંચમહાલના મીરપ ગામનો હતો. વોન્ટેડ આરોપીમાં બે છોટાઉદેપુર એક દેવગઢબારિયા તથા એક ગોદલીનો હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાની ગાડીઓ પકડાતા છોટાઉદેપુર જિલ્લામાંથી મોટા પ્રમાણમાં વૈભવી કારો દ્વારા પંચમહાલમાં દારૂની હેરફેર થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે