Gujarat
વિક્રમદાસ બાપુએ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો જન્મદિને કેક કાપવાના બદલે વૃક્ષ રોપ્યા
(ગોકુળ પંચાલ દ્વારા)
પંચમહાલ જિલ્લાના સંત વિક્રમદાસ બાપુએ વ્યસનમુક્તિ સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો પોતાના જન્મદિવસે કેક કાપવાને બદલે વૃક્ષો વાવી સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરી વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોનો સંદેશો આપ્યો હતો આજનુ યુવાધન પશ્ચિમની રંગે રંગાઈને ભારતીય સંસ્કાર ભૂલી જન્મદિન ઉજવે છે જેમાં કેક કાપી, દારૂ તથા ડાન્સની પાર્ટી કરી હજારો રૂપિયા પાર્ટીના નામે ખર્ચો કરે છે તેવામાં ઘોઘંબાના સંત વિક્રમદાસ બાપુએ પોતાના આશ્રમમાં અલગ અલગ ફળાઉ વૃક્ષો વાવી સાદાઈ રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી
બાપુએ પોતાના સંદેશમાં ભક્તોને પશ્ચિમની સંસ્કૃતિ છોડવા અને વૃક્ષોનું નિકંદન અટકાવવા તથા નવા વૃક્ષોની વાવણી કરવા અપીલ કરી હતી વૃક્ષ છેદનના કારણે આ વખતે ગરમીનો પારો 50 સુધી પહોંચી ગયો હતો જો ગરમીથી બચવું હોય તો વૃક્ષ રોપવા જરૂરી છે કુલરમાં રોજનું 100 લીટર પાણી નાખવા કરતાં વૃક્ષને 10 લીટર પાણી પીવડાવશો તો આગામી દિવસો માં આટલી ગરમી સહન નહીં કરવી પડે તદ ઉપરાંત ઘોઘંબા તાલુકામાં લીલા વૃક્ષો કાપવાની પ્રવૃત્તિમાં રોક લગાવવામાં આવે તેવી તંત્રને અપીલ કરી હતી