Connect with us

Chhota Udepur

જેતપુરપાવી તાલુકાના મોરાડુંગરી અને રાજપુર (ભિંડોલ) ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરાયું

Published

on

'Viksit Bharat Sankalp Yatra' was organized in Moradungari and Rajpur (Bhindol) villages of Jetpurpawi taluk.

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લામાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા,ગામે ગામ જઈ ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને ઘર આંગણે માહિતી અને લાભ આપવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત જેતપુરપાવી તાલુકાનાં મોરાડુંગરી અને રાજપુર (ભિંડોલ) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. જ્યાં સમગ્ર ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગ્રામજનો યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામ લોકોને અગ્રણીઓના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી.

Advertisement

RATH NU AAGMAN - VIKSIT BHARAT SANKALP YATRA (1) - Morbi Update

સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓએ ભારત સરકારનો અને વિવિધ યોજનાઓના મળેલા લાભ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમજ આં તકે સજવા દક્ષ એચ.પી ગેસ એજન્સી દ્વારા પ્રધાન મંત્રી ઉજવલા યોજના અંતર્ગત નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. રાજપુર( ભીંડોલ )ગામે જેતપુરપાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ની ઉપસ્થિતિમાં આજરોજ નવીન આંગણવાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા, ગ્રામ પંચાયતનાં સરપંચ ગામના સૌ અગ્રણી કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
error: Content is protected !!