Vadodara
ગોઠડા ગ્રામ પંચાયત(ટીંબારોડ) મા પીવાનુ દૂષિત પાણી આવતા ગ્રામજનો મા રોષ
દક્ષેશ શાહ
ગોઠડા ગ્રામ પંચાયત ના વોર્ડ -૪ મા છેલ્લા કેટલાક દિવસો થી પીવાનુ દુર્ગંધ અને ડહોળું અને ગંદુ પાણી આવે છે જે આરોગ્ય માટે હાનિકારક છે તદુપરાંત પાણી મા ફીણ પણ થાય છે. અત્યારે ઋતુગત વાતાવરણ પણ સારુ નથી એવા મા આવા પાણી ના વપરાશ થી ગ્રામજનો ની તંદુરસ્તી સામે મોટુ જોખમ ઉભુ થયુ છે. પંચાયત મા વારંવાર રજુઆત કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેથી ગ્રામજનો માં આક્રોશ વ્યાપેલો છે
એક તરફ મેડિકલ સુવિધા નો અભાવ છે અને બીજી તરફ ગ્રામજનોનું આરોગ્ય જોખમાય કારણ શરીર ના આરોગ્ય ને સૌથી વધુ નુકશાન પાણીજ્ન્ય રોગો થી થાય છે આ અંગે પંચાયત દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ સુધ્ધ પાણી મળે તે માટે ના પ્રયાસો હાથ ધરવા જોઇયે જો આમ ન થાય તો ગ્રામજનો ઉચ્ચ કક્ષા એ આ બાબત ની રજૂઆત કરશે તેવું ગ્રામજનોએ જણાવ્યુ હતું