Panchmahal
ખેડૂતની અડચણને કારણે ગોઠ બેસણા ફળિયાંનો અધૂરો રોડ પૂર્ણ કરવા ગ્રામજનો ની માંગ.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોઠ બેસણા ફળિયાં નો રોડ એક ખેડૂતની દરમ્યાનગીરી ને કારણે 162 મીટરનો રસ્તો અધૂરો રહી જવા પામ્યો છે વર્ષો થી ચાલતા ખેતરની સીમા વિવાદ ના કારણે આ રસ્તો સળંગ બની શક્યો નથી આ વિવાદ ને ટાળવા માટે ગ્રામજનો તથા આજુબાજુ ના ખેતર માલિકો દ્વારા જમીન નું સરવૈ્યુ પણ કાઢવામાં આવ્યું છે જેમાં રોડ અટકાવાની મુખ્ય ભૂમિકા ભજવતા ખેડૂત ને આ જમીન નું વળતર પણ સરકાર દ્વારા ચૂકવી દીધેલ છે તેમજ આ જમીન સરવૈયું કઢાવતા આ જમીન ખેડૂતની માલિકી માં આવતી નથી છતાં પણ વિકાસ ના કામ માં રોડા નાંખી આ રસ્તો બનવા દેતા નથી આજ રોજ આ રસ્તો બનાવવા માટે માર્ગમકાન વિભાગ ની ગાડીયો માલ સામાન સાથે આ રોડ ઉપર પહોંચી હતી ત્યારે વિવાદિત ગણાતા 162 મીટર ના રસ્તા ઉપર તંત્રએ કોઈ કામ ગીરી હાથ ન ધરતા ગ્રામજનો માં રોષ ફાટી નીકળ્યો હતો
અને ગ્રામજનો એ આ રસ્તા નું કામ અટકાવી દીધું હતું અને પ્રથમ 162 મીટર ના રસ્તા કામ ચાલુ કરી ત્યાર બાદ જ આખા રસ્તા નું કામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી હતી. 162 મીટર નો અધૂરો રસ્તો ચોમાસામાં અનેક સમસ્યાઓ સર્જે છે કાદવ કીચડ ના કારણે ગ્રામ જનો થી વાહન લઈને નિકાળતું નથી જે ને લઈ 108 જેવી ઈમરજન્સી સેવાઓથી પણ ગ્રામજનો વંચિત રહી જાય છે તેમજ શાળા એ આવતા જતા બાળકો ને પણ ભરે મુશ્કેલીયોનો સામનો કરવો પડે છે ખેતર માલિકના સીમ માં આ રસ્તો ન આવતો હોવા છતાં પણ ખેડૂતના વિરોધ નો ભોગ ગ્રામજનો બની રહ્યા છે 162 મીટર રોડની જમીન PWD ને સંપાદન કરી હોવા છતાં પણ સરકારી તંત્ર આ રસ્તા ઉપર રોડ બનાવવા માટે પાછી પાની કરી રહ્યું છે ગ્રામ જનો દ્વારા આ વિવાદિત જગ્યા ઉપર રસ્તા નું કામ વહેલી તકે કરવામાં આવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યાં છે.