Panchmahal
vishwakarma jayanti : હાલોલમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી.

vishwakarma jayanti (કાદીર દાઢી દ્વારા)
વાસ્તુકલા અને શિલ્પકલાના પ્રણેતા અને યાંત્રિક એન્જિનિયરિંગના દેવતા ગણાતા શ્રી વિશ્વકર્મા ભગવાનની મહા સુદ તેરસના પાવન દિવસે ઉજવાતી વિશ્વકર્મા જયંતી નિમિત્તે મહાસુદ તેરસના શુક્રવારના રોજ હાલોલ નગરના પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની રંગીચંગે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હાલોલ નગરના પંચાલ સમાજ દ્વારા છેલ્લા 16 વર્ષથી વિશ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા જયંતીની ધામધૂમ પૂર્વક ભારે ભક્તિમય વાતાવરણમાં શોભાયાત્રા કાઢી ઉજવણી કરાઈ છે.
(vishwakarma jayanti)જે અંતર્ગત આજે શુક્રવારના રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે હાલોલ પંચાલ સમાજના ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓ મહાનુભવોની ઉપસ્થિતિમાં વિશ્વકર્મા જયંતી અંતર્ગત 16 મી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ નગરના મધ્યમાં તળાવ પાસે આવેલ પંચાલ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાના મંદિર પાસે આવેલ પંચાલ સમાજના કુળદેવતા ગણાતા શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર ખાતેથી ભારે ધાર્મિક વાતાવરણમાં ભવ્ય શોભાયાત્રાનું આગમન કરવામાં આવ્યું હતું.જે શોભાયાત્રા વિશ્વકર્મા ભગવાનના ગુણગાન તેમજ ભજનો અને સ્તુતિગાન સાથે નગરના રાજમાર્ગો પર ભારે ભક્તિમય વાતાવરણમાં ફરી હતી અને પરત વિશ્વકર્મા ભગવાનના મંદિરે પહોંચી હતી.
વધુ વાંચો
દસ વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરાવી લેવા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને અનુરોધ