Chhota Udepur
‘સંપર્કથી સમર્થન’ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભાના પ્રતિષ્ઠિત વ્યક્તિની મુલાકાત
૧)બાર ગામ ખાતે Entrepreneur સુરેશભાઈ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. સુરેશભાઈ એ ચ્હા નો સ્ટોલ ચલાવી હાલ તેઓની ચ્હા પીવા લોકો દુર દુર થી આવે છે.સાથે તેમના ધર્મપત્ની અડદના ઢેબરાં,ભજીયા,પૌહા જેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.
૨)કદવાલ આદેશ આશ્રમ ખાતે સંત જયનાથબાપુ ના દર્શન કરી તેમને શાલ ઓઢાડી સન્માન કરી તેમના આશીર્વાદ લીધા.
૩) ભીખાપુરા ગામે મનસુખભાઇ રાઠવા (આર્મી મેન) નું ફુલહાર,શાલ ઓઢાડી સન્માન કર્યું. મનસુખભાઇ એ ૧૫ વર્ષ દેશસેવા કરી સૌ પ્રથમ જમ્મુ કાશ્મીર, દાર્જિલિંગ જેવા વિવિધ સ્થળોએ ફરજ બજાવી દેશસેવા કરી છે ત્યારે વિશિષ્ટ નાગરિક તરીકે સન્માન કરવામાં આવ્યું.
૩) ચુલી સ્વામિનારાયણ મંદિર દર્શન કરી સંનિષ્ઠ નાગરિક કંચનભાઈ રાઠવા સાથે ધાર્મિક વાર્તાલાપ કર્યો.
૪) વડોથ કબીર મંદિર ખાતે સંત લક્ષ્મણદાસ ના દર્શન કરી શાલ ઓઢાડી સન્માન કરી આશીર્વાદ લીધા.તેમજ સ્થાનિક પ્રશ્નો, વિકાસ બાબતે ચર્ચા વિચારણા કરી.
૫) વડોથ ગામ ના ઉધોગસાહસિક ડૉ. ભગવતસિંહ પરમાર જી નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ડૉ. ભગવતસિંહ હઠીલા અને અસાધ્ય ગંભીર રોગોની સારવાર પંચમહાભૂતો,નેચરોપેથી, હર્બલમેડીસિનસ અને ઓલ્ટરનેટીવ મેડીસિન્સ દ્વારા લોકો ની સારવાર પણ કરે છે. સાથે તેઓ પ્રાકૃતિક ખેતી,ગૌ પાલન ખુબ જ સારી રીતે કરે છે.
ઉપરોક્ત સંતો મહંતો,ઉધોગ સાહસિકો ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નાં નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા સેવા, સુસાશન, ગરીબ કલ્યાણ તથા લોકહિતના કાર્યો અંગે ચર્ચા કરી.
આ પ્રસંગે મારી સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઉપપ્રમુખ મોન્ટુભાઈ શાહ, જેતપુરપાવી તાલુકા ભાજપા મહામંત્રી પ્રવીણભાઈ રાઠવા, જેતપુરપાવી યુવા મોરચા પ્રમુખ કિરણભાઈ રાઠવા, પુર્વ પ્રમુખ નવલસિંહભાઈ રાઠવા, મહેશભાઈ રાઠવા (વકીલ), તાલુકા સદસ્ય વિજયભાઈ રાઠવા, રાજુભાઇ ખેડા તેમજ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર પ્રીતમ કનોજીયા(પાવીજેતપુર )