Connect with us

Gujarat

વોલ્યૂમ પ્રદૂષણ અન્ય પ્રદૂષણ જેટલુ જ ઘાતક DJ સંચાલકો બે લગામ

Published

on

Volume pollution is just as deadly as any other pollution that plagues DJ managers

(સુરેન્દ્ર શાહ દ્વારા)

હાલમાં ચાલતા લગ્ન તથા અન્ય પ્રસંગોમાં જેવાકે ધાર્મિક અને સામાજિક પ્રસંગો વખતે પ્રસંગોનું આયોજન કરનાર વ્યક્તિ દ્વારા પોતાના દેખાડા માટે રૂપિયાની રેલમછેલ કરી ડીજે સિસ્ટમનો ઉપયોગ કરે છે આ સિસ્ટમ ખરેખર અન્ય નાગરિકો માટે માથાના દુખાવા સમાન છે ડીજે દ્વારા પ્રસારિત થતો અવાજ નક્કી કરેલા અને નિયમો મુજબના ડેસિબલ કરતા વધુ ડેસિબલ હોવાથી અવાજનું પ્રદૂષણ ફેલાય છે વધુમાં વૃદ્ધ, હૃદય રોગના દર્દીઓ, બાળકો વગેરે માટે ઘણી વખત ઘાતક સાબિત થાય છે આવા પ્રસંગોમાં લેવામાં આવતા ડીજે માટેની પોલીસ વિભાગ અને તાલુકા મેજિસ્ટ્રેટ (મામલતદાર) પાસેથી કાયદેસરની પરવાનગી મેળવવામાં આવે છે.

Advertisement

લોકોના શુભ પ્રસંગ બગડે ના તે માટે પોલીસ વિભાગની સંમતિ બાદ મામલતદાર દ્વારા પરવાનગી આપવામાં આવે છે પરંતુ પરવાનગી આપવામાં આવેલા પત્રમાં સ્પષ્ટપણે સૂચનાઓ આપવામાં આવે છે કે જાહેરમાં દવાખાનાની આજુબાજુ સ્કૂલ અને પ્રાથમિક શાળાઓ કોલેજ તથા ધાર્મિક સ્થળો પાસેથી પસાર થાવ ત્યારે અવાજનું પ્રદૂષણ ન ફેલાય તે માટે અવાજ નહિ બરાબર રાખવો પરંતુ આ સૂચનાઓનું પાલન કરવામાં આવતું નથી અને 55 થી 60 ડીસીબલ જેટલો અવાજ રાખવામાં આવે છે જેનાથી અવાજનું પ્રદૂષણ ફેલાય છે પરંતુ પરવાનગી આપ્યા બાદ આવા પ્રસંગોમાં કોઈ જ તપાસ કરવામાં આવતી નથી પરિણામે વોલ્યુમ પ્રદૂષણથી લોકો હેરાન થાય છે ઘર માં બનાવેલ કાચના બારી બારણા ધ્રુજે છે વાસણનો અવાજ કરે છે.

Volume pollution is just as deadly as any other pollution that plagues DJ managers

નાના કુમળી વયના બાળકો વૃદ્ધો સાથે બીમાર દર્દીઓ હેરાન પરેશાન થાય છે પરંતુ પ્રસંગની મસ્તી માણવામાં મશગૂલ આયોજકો દ્વારા તથા ડીજે સંચાલકો તેઓની મનમાની ચલાવે છે અને નાગરિકો હેરાન થાય છે પરંતુ પરવાનગી આપનાર વિભાગ દ્વારા પરવાનગી આપ્યા પછી તેની તપાસ કરતા નથી જેને લઈને ડીજે સિસ્ટમ ભાડે આપનારા અને પ્રસંગ ઉજવનાર વ્યક્તિ દ્વારા લોકોની પરવા કર્યા વગર પોતાની મસ્તીમાં ડીજે નો ઉપયોગ કરે છે જે વોલ્યુમ પ્રદૂષણ સાથે અનેક દુષણો ઊભા કરે છે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવશે ખરા

Advertisement

* સરકારી સૂચનાઓનું પાલન કરવામાં આવતું નથી અને 55 થી 60 ડીસીબલ જેટલો અવાજ રાખવામાં આવે છે
* વૃદ્ધ, હૃદય રોગના દર્દીઓ, બાળકો વગેરે માટે ઘણી વખત ઘાતક સાબિત થાય છે
* DJ સાથે વરઘોડા ની પરવાનગી આપ્યા બાદ જેતે વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવતી નથી

Advertisement
error: Content is protected !!